શુક્રનું ધન રાશિમાં થશે આગમન, આ 12 રાશિઓ પર પડશે સીધી અસર.

જ્યોતિષ અનુસાર જીવનમાં એશ્વર્યની પ્રાપ્તિ માટે શુક્ર ગ્રહનું મજબૂત હોવું જરૂરી છે. શુક્ર આ રાશિમાં લગભગ એક મહિના સુધી રહેશે. આવો જાણીએ બધી રાશિઓ પર શુક્રનો કેવો પ્રભાવ પડશે. જયારે કન્યા રાશિની યાત્રા સમયે તેને નીચરાશીગત માનવામાં આવે છે. શુક્રના રાશિ પરિવર્તનથી દરેક રાશિના લોકોની આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય, પ્રેમ, પારિવારિક જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જન્મ કુંડલીમાં જો શુક્ર કમજોર હોઈ તો આ ઉપાય અવશ્ય કરાવવો જોઈએ અને શુક્ર બળવાન હોઈ તો આ ઉપાયની આવશ્યકતા રહેતી નથી શુક્રના આગમનનો પ્રભાવ દરેક રાશિ પર કેવો હશે આવો જાણીએ.

Advertisement

મેષ રાશિ.

આ રાશિના નવમા સ્થાનમાં શુક્ર ગોચર દરેક રીતે સમાજમાં તેમની સક્રિયતા વધારશે. પિતાની સ્થિતિને વધારે સારી કરશે અને આર્થિક સ્થિતિ પણ પહેલાથી મજબૂત થશે. મેષ રાશિવાળા બધા લોકો ઘરની મોંઘી વસ્તુઓ ખરીદવામાં વધારે પૈસા ખર્ચ કરશે.

વૃષભ રાશિ.

આ રાશિના જાતકોના આઠમા ભાવમાં શુક્ર ગોચર બીજા લોકો સાથે તમારી નિકટતા વધારશે. તમે આરામદાયક જીવન વિતાવવાનું પસંદ કરશો. કાર્યક્ષેત્રમાં તમને કોઈ મોટી તક મળી શકે. આ લોકોના સ્વાસ્થ્યમાં થોડો ઉતાર ચઢાવ જોવા મળશે.

મિથુન રાશિ.

મિથુન રાશિથી સાતમાં ભાવમાં શુક્ર ગોચર તમારા સ્વાસ્થ્યમાં કેટલીક મુશ્કેલી લાવી શકે છે. શુક્રનું ગોચર તમારા કાર્યક્ષેત્રમાં ફેરફાર લાવશે. પરંતુ આ ફેરફાર તમારા માટે શુભ રહેશે.

કર્ક રાશિ.

કર્ક રાશિના છઠ્ઠા ભાવમાં શુક્રનું ગોચર રોગોમાં વધારો કરશે અને પ્રતિસ્પર્ધીઓ સાથે વાદ-વિવાદ કરાવશે. આ સમયે તમારે કામ પર ધ્યાન આપવાની જરૂર છે. કારણ વિના કોઈ વાદ-વિવાદથી દૂર જ રહેવું. નહીં તો શુક્ર તમને મુશ્કેલીમાં નાખી શકે છે.

સિંહ રાશિ.

સિંહ રાશિના પાંચવા ભાવમાં શુક્રનું ગોચર તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા લાવશે. તમને બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. તમારું માન સન્માન પહેલાથી સારું થશે. કોઈ વ્યક્તિગત અથવા બિઝનેસ ટ્રિપ પર જવાનો યોગ છે. અન્ય કોઈ પ્રેમ પ્રસંગના ચક્કરમાં ન પડશો.

કન્યા રાશિ.

આ રાશિના ચોથા ભાવમાં શુક્ર ગોચર તમારી ઘરની સમસ્યાઓને ખતમ કરશે અને નવું ઘર ખરીદવા માટે પ્રેરિત કરશે. પોતાનું વાહન ધ્યાનથી ચલાવો નહીં તો ખરાબ થઈ શકે તેવા પ્રબળ યોગ બને છે. શુક્રના અશુભ પ્રભાવને દૂર કરવા માટે પોતાની પત્નીનું સન્માન કરો.

તુલા રાશિ.

તુલા રાશિના ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર તમારા નાના ભાઈ બહેનો સાથે સંબંધને સારો બનાવશે. નાના-નાની ટ્રિપ પર જવાનો પ્રબળ યોગ છે. ત્રીજા ભાવમાં શુક્ર ગોચર તમારી મહેનત દ્વારા અટકેલા પૈસા પાછા અપાવશે.

વૃશ્ચિક રાશિ.

આ રાશિના બીજા ભાગમાં શુક્રનું ગોચર તમારા પરિવારમાં અન્ન અને ધનને વધારશે. ઉપરાંત પરિવારનો વાદ વિવાદ હંમેશા માટે ખતમ કરશે. પરિવારમાં કોઈ પ્રસંગનું પણ આયોજન થશે. શુક્રના પ્રભાવને સારો કરવા માટે ઘરમાં ગંદા કપડાને જ્યાં ત્યાં ફેંકશો નહીં.

ધન રાશિ.

આ રાશિમાં શુક્રનું ગોચર સ્વાસ્થ્યમાં કેટલીક મુશ્કેલીઓ લાવી શકે છે. શુક્રનું આ ગોચર તમારા બનેલા કામને ખરાબ ખરી શકે છે. કારણ વિના કોઈની સાથે વાદ વિવાદ વધારીને ધનની હાનિ કરાવી શકે છે. પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ પર ઊભો થઈ શકે છે. આથી સાવધાની રાખવી.

મકર રાશિ.

આ રાશિના બારમાં ઘરમાં શુક્રનું ગોચર અકારણ પૈસાનો વ્યય કરાવશે. નાની કે મોટી યાત્રાનું આયોજન થઈ શકે છે. કોઈ સંબંધી સાથે તમારો વાદ વિવાદ થઈ શકે છે. આ તમારો બીજી કોઈ જગ્યાએ પ્રેમ સંબંધ પણ કરાવી શકે છે. આથી પોતાના આચરણ પર ધ્યાન રાખો.

કુંભ રાશિ.

કુંભ રાશિના અગિયારમાં ઘરમાં શુક્રનું ગોચર પૈસામાં વધારો કરાવશે. માન સન્માનમાં પણ વધારો થશે. અટકેલા કામ થવા લાગશે. પરંતુ વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે. વિદ્યાર્થીઓએ સ્વસ્છ કપડા પહેરવાનો પ્રસાય કરે. કામના સ્થળે તમારી પ્રશંસા થવાનો યોગ છે.

મીન રાશિ.

આ રાશિના દશમા ઘરમાં શુક્રનું ગોચર કાર્યક્ષેત્રમાં પ્રમોશન અપાવશે. ઉપરાંત ઓફિસમાં થતા ફેરફાર સારા રહેશે. નોકરી, વેપારથી સંબંધિત બધી પરેશાનીઓ ખતમ થશે. ઉધાર આપેલા નાણાં પાછા આવવાની સંભાવના છે. પોતાના ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે.

Advertisement