સૂતા પહેલા દરરોજ ખાવી જોઈએ એક ઈલાયચી, પરિણામ જોઈને નહીં રહે ખુશીઓ નો પાર….. 

0
462

ઈલાયચી જોવામાં જેટલી નાની હોય છે તેનાથી પણ કેટલાય ગણા વધુ ફાયદા તે પોતાના ગુણોમાં ધરાવે છે. ઈલાયચી ન માત્ર ખાવાના સ્વાદ માટે કામ લાગે છે પણ તે એક ઔષધી તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ઈલાયચી દરેક ભારતીયના ઘરમાં મળી જાય છે. ઈલાયચી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. નાની ઈલાયચીને સુંગધ અને સ્વાદ માટે ઉપયોગ કરવામાં આવે છે.

પાન, એલચી, લવિંગ આમ તો મસાલા તરીકે તમારા ઘરના રસોડામાં જોવા મળે છે. ભોજન બનાવતી વખતે તેનો ખૂબ ઉપયોગ થાય છે. જ્યાં વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા માટે મોટી એલચીનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. ત્યાં લીલી એલચી મીઠાઈની સુગંધ વધારે છે. એલચીનો ઉપયોગ મહેમાનોની આતિથ્ય માટે પણ થાય છે. પરંતુ તમે તેના ફાયદા અને ગુણધર્મોને ભાગ્યે જ જાણતા હશો. એક એલચીમાં એટલા બધા ગુણધર્મો હોય છે કે જેને જાણીને તમને આશ્ચર્ય થશે. એલચી એ ઔષધીય ગુણધર્મોની ખાણ છે. પુરાણોમાં તેને એલા કહેવામાં આવે છે.

સત્ય એ છે કે એલચીને મસાલાઓની રાણી કહેવામાં આવે છે. તેનો ઉપયોગ સુગંધ અને સ્વાદને કારણે મોટાભાગની વાનગીઓમાં થાય છે. તેમજ એલચી તેલનો ઉપયોગ એરોમાથેરાપીમાં થાય છે. એલચી પાચક માટે લાભકારી છે. તે જ સમયે, આયુર્વેદ અનુસાર, એલચી શરદી, તીક્ષ્ણ, મોં, પિત્ત, શ્વાસની તકલીફ, ખાંસી, હેમોરહોઇડ્સ, અસ્થિક્ષય, ટેસ્ટિઓપોરોસિસ, ગોનોરીઆ, એપેન્ડિસાઈટિસ, ખંજવાળ, મૂત્રવર્ધ અને હૃદય રોગમાં ફાયદાકારક છે.

એલચીના ઔષધીય ગુણધર્મો:નાની ઈલાયચી કફમાં, ખાંસી, શ્વાસ, બવાસીર અને મૂત્રકુચ્છ નાશક છે. આપણને પફૂલ્લિત કરે છે. ઘા ને ચોખ્ખો કરે છે. હ્રદય અને ગળાની ખરાબીને દુર કરે છે. હ્રદયને મજબુત બનાવે છે. મોઢાની દુર્ગંધને દુર કરીને સુગંધિત કરે છે અને પથરીને તોડે છે. મોટી ઈલાયચીના ગુણ પણ નાની ઈલાયચીના ગુણ જેવા જ છે. કમળો, અપચો, મૂત્રવિકાર, છાતીમાં બળતરા, પેટનો દુઃખાવો, ઉબકા, હેડકી, દમ, પથરી અને સાંધાના દુઃખાવા માં ઈલાયચીનું સેવન લાભદાયક હોય છે.

જો એક ઈલાયચી ખાઈને ગરમ પાણી પીવામાં આવે તો આપણને કબજિયાત નથી રહેતી. આવું કરવાથી આપણી પાચન શક્તિ ઠીક થઇ જાય છે અને પાચન ક્રિયા ઠીક થવાને લીધે જૂનામાં જૂની કબજિયાતની તકલીફ પણ ઠીક થઇ જાય છે. જો તમે પણ કબજીયાતથી પરેશાન છો તો રોજ રાત્રે એક ઈલાયચી ગરમ પાણી સાથે જરૂર ખાવ.

દુખાવો:જો ગળામાં દુખાવો થાય છે, તો સવારે અને રાત્રે સૂતી વખતે અને સવારે જાગતી વખતે ઈલાયચી ચાવી ને ખાવી જોઈએ.સોજો:જો ગળામાં સોજો આવી ગયો હોય તો, મૂળાના પાણીમાં નાની ઈલાયચી નાખી પીવાથી ફાયદો થાય છે.શરદી:જ્યારે ખાંસી અને છીંક આવે ત્યારે એક નાની એલચી, આદુનો ટુકડો, લવિંગ અને પાંચ તુલસીના પાન એક સાથે ખાઈ શકો છો.

ઉલટી- પાંચ ગ્રામ મોટી એલચીને અડધો લિટર પાણીમાં ઉકાળો. જ્યારે પાણી એક ચતુર્થાંશ રહે છે, તેને દૂર કરો. આ પાણી પીવાથી ઉલટી બંધ થઈ જાય છે.ચાંદી:જો મો મોઢામાં ચાંદી પડે છે તો મોટી ઈલાયચી પીસીને તેને ખાંડ સાથે મિક્સ કરીને જીભ પર મૂકી રાખો. તરત જ લાભ થશે.

અપચો:જો તમે કેળા વધારે પ્રમાણમાં ખાધા હોય તો તરત જ એલચી ખાવી જોઈએ.ઉબકા:મુસાફરી દરમિયાન બસમાં બેસીને ઘણા ચક્કર આવે છે અથવા ગભરાટ અનુભવાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે મોઢામાં એક નાની એલચી રાખો.બ્લડપ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક :જેમને બ્લડપ્રેશરની સમસ્યા છે, તેઓ નિયમિત રીતે એલચીનો ઉપયોગ કરે છે. આમ કરવાથી બ્લડપ્રેશર સામાન્ય બને છે અને રાહત મળે છે.

એલચી પેટમાં ગેસ અને એસિડિટીથી રાહત આપે છે. જો ખાધા પછી એસિડિટી થાય છે તો તરત એલચી ખાવી.જો મોઢામાં છાલ પડે છે તો મોટી ઈલાયચીને પીસીને સુગ સાથે મિક્સ કરીને જીભ પર મૂકો. તમને તાત્કાલિક લાભ મળશે.એલચી ખાવાથી પાચક કાર્ય સુધારવામાં મદદરૂપ થાય છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પાચનની સિસ્ટમ સુધારવામાં એલચી ખૂબ અસરકારક છે.ઈલાયચી ખાવાથી ભૂખ વધે છે, તે ઇલાયચીના મોંના ચાંદાથી પણ રાહત આપે છે.

નાની ઈલાયચી ખાવાથી વીર્ય ઘાટું થાય છે. રાત્રે સુતા પહેલા એક ઈલાયચી ગરમ પાણી સાથે ખાવાથી જે વ્યક્તિને વીર્ય પાતળું હોય છે તે વીર્ય તંદુરસ્ત બનીને ઘાટું થઇ જાય છે અને તમામ પ્રકારના વીર્ય વિકાર દુર થઇ જાય છે. ખિલ ફોડકા ઠીક કરવા માટે પણ આ ટીપ્સ ખુબ જ લાભદાયક છે. વાળને ખરવાની તકલીફ ઓછી કરે છે આ ટીપ્સ. જે લોકોને વાળ ખરે છે તે લોકો આ ટીપ્સને અપનાવી શકે છે.

નુકશાનકારક અસર.નાની ઈલાયચીનું વધુ સેવન થી આતરડા માટે નુકશાનકારક હોય છે તથા અમુક લોકો ને ઈલાયચીને રાત્રે ન ખાવી જોઈએ. રાત્રે ઈલાયચી ખાવાથી કોઢ પણ થઇ જાય છે.

જુદા જુદા રોગોમાં ઉપચાર

સ્વપ્નદોષ : આંબળાના રસમાં ઈલાયચીના બે દાણા અને ઇસબગુલને સરખા ભાગે ભેળવીને 1-1 ચમચી ના પ્રમાણમાં સવાર સાંજ સેવન કરવાથી સ્વપ્નદોષમાં લાભ થાય છે.આંખોમાં બળતરા થવી અને ઝાંખું દેખાવા ઉપર : ઈલાયચીના દાણા અને સાકર સરખા ભાગે લઈને વાટી લો. પછી તેમાં 4 ગ્રામ ચૂર્ણમાં અરંડિયાનું ચૂર્ણ નાખીને સેવન કરો. તેનાથી મસ્તિક અને આંખોને ઠંડક મળે છે તથા આંખોની રોશની તેજ થાય છે.

રક્ત-પરિભ્રમણ, રક્ત-મૂળ-રોગ :ઈલાયચીના દાણા, કેસર, જાયફળ, વંશલોચન, નાગકેશર અને શંખજીરુંને સરખા ભાગે લઈને તેનું ચૂર્ણ બનાવી લો. તે 2 ગ્રામ ચૂર્ણમાં 2 ગ્રામ મધ, 6 ગ્રામ ગાયનું ઘી અને ૩ ગ્રામ ખાંડ ભેળવીને સેવન કરો. તેને રોજ સવારે અને સાંજે લગભગ 14 દિવસ સુધી સેવન કરવું જોઈએ. રાતના સમયે તે ખાઈને અડધો કિલો ગાયના દૂધ માં ખાંડ નાખીને ગરમ કરી લો અને પી ને સુઈ જાવ. તેનાથી રકત-પરિભ્રમણ, રક્ત-મૂળ-રોગ (લોહીવાળા બવાસીર) અને રક્તમેહમાં આરામ થશે. ધ્યાન રાખશો કે ત્યાં સુધી ગોળ, ગીરી વગેરે ગરમ વસ્તુ ન ખાશો.

વીર્યપુષ્ઠી : ઈલાયચીના દાણા, જાવિત્રી, બદામ, ગાયનું માખણ અને સાકરને ભેળવીને રોજ સવારે સેવન કરવાથી વીર્ય મજબુત થાય છે.મૂત્રકુચ્છ (પેશાબ કરવામાં તકલીફ કે બળતરા) : ઈલાયચીના દાણાનું ચૂર્ણ મધમાં ભેળવીને ખાવાથી મૂત્રકુચ્છ (પેશાબમાં બળતરા) માં લાભ થાય છે.ઉદાવર્ત રોગ ઉપર : થોડી ઈલાયચી લઈને ઘી ના દીવા ઉપર શેકીને તેને વાટીને બનેલા ચૂર્ણમાં મધ ભેળવીને ચાટવાથી ઉદાવર્ત રોગમાં લાભ મળે છે.

મોઢાના રોગ ઉપર : ઈલાયચીના દાણાનું ચૂર્ણ અને શેકેલી ફટકડીનું ચૂર્ણ ને ભેળવીને મોઢામાં રાખીને લાળ ને પડવા દઈએ. ત્યાર પછી ચોખ્ખા પાણીથી મોઢું ધોઈ લેવું. રોજ દિવસમાં 4-5 વાર કરવાથી મોઢામાં આરામ મળે છે.બધા પ્રકારના રોગમાં : ઈલાયચીના દાણા, હિંગ, ઇન્દ્રજવ અને સિંધાલુ મીઠું ની રાબ બનાવીને એરંડિયાના તેલમાં ભેળવી દેવું જોઈએ. તેનું કમર, હ્રદય, પેટ, નાભી, પીઠ, કોખ, મસ્તક, કાન અને આંખો માં થતા દુઃખાવા તરત મટી જાય છે.બધા પ્રકારના તાવ : ઈલાયચીના દાણા, બેલ અને વિશખપરાને દૂધ અને પાણીમાં ભેળવીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી કે માત્ર દૂધ બાકી ન રહી જાય. ઠંડુ થાય પછી તેને ગાળીને પીવાથી બધા પ્રકારના તાવ દુર થઇ જાય છે.કફ-મૂત્રકુચ્છ : ગાયના મૂત્ર, મધ કે કેળાની છાલનો રસ, આ ત્રણમાંથી એક વસ્તુમાં ઈલાયચીનું ચૂર્ણ ભેળવીને પીવરાવવાથી લાભ થાય છે.