તાપ તડકો વેઠી પિતાએ મજૂરી કરી,દીકરી એ પણ શિક્ષા મંત્રી બની પિતાની મજૂરીનું ઋણ ચુકાવ્યું.

0
157

જીવનમાં એ મહત્વપૂર્ણ નથી કે તમે કાલે શુ હતા મહત્વપૂર્ણ એ છે કે આજે તમે શું છો કહેવાય છે કે મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે તમારું ભૂતકાળ પણ ઉત્તમ રહ્યું તે જરૂરી નથી પરંતુ જો તમારી પાસે ધૈર્ય અને સંકલ્પ છે તો કંઈપણ અશક્ય નથી અને ફ્રાંસની શિક્ષણ મંત્રીએ આ સાબિત કરી બતાવ્યું છે.

ફ્રાન્સના શિક્ષણ પ્રધાન નજત બેલ્કસમ આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે ખરેખર નજાતે બધી મુશ્કેલીઓનો સામનો કરતા જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તે પ્રેરણા રૂપ છે.

બાળપણમાં ઘેટાં ચરાવનારી નજત બેલ્કસમજે ફ્રાંસની મંત્રી બનનારી પ્રથમ મહિલા છે સાથે તે આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રથમ મુસ્લિમ અને સૌથી યુવા મહિલા છે જે ફ્રાન્સમાં શિક્ષણ અને સંશોધન જેવા મહત્વના વિભાગોનું સંચાલન કરી રહી છે.

પોતાના સાત ભાઈ બહેનોમાં બીજા નંબરે આવેલા નજત બેલ્કાસમનો જન્મ 1977 માં મોરોક્કોના બિની ચિકર નામના ગામમાં થયો હતો નજત ખૂબ જ ગરીબ પરિવાર સાથે સંકળાયેલી હતી તેનું કુટુંબ ઘેટાંનું દૂધ વેચીને પોતાનું ઘર ચલાવતું હતું નજતે પોતે પણ પરિવારને મદદ કરતી અને ઘેટાંને પણ ચરાવતી હતી.

1982મા તેના માતાપિતા પ્રવાસી તરીકે ફ્રાન્સ આવ્યા હતા ત્યારે તેમને મત આપવાનો અધિકાર પણ નહોતો તેના પિતા અહીં પ્રવાસીય મજૂર હતા નજત આ મુશ્કેલ સમયમાં પણ પુરી લગનથી અભ્યાસ કરતી હતી.

નજત બેલ્કાસમની મહેનતનું પરિણામ રંગ લાવ્યું જેના કારણે તેમણે 18 વર્ષની વયે ફ્રેન્ચ રાષ્ટ્રીયતા મેળવી અને શિષ્યવૃત્તિની મદદથી તેમણે ફ્રાન્સની પોલિટિકલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષા ગ્રહણ કરી અને ત્યાં ન્યાયશાસ્ત્રી તરીકે પણ કામ કર્યું.

ધર્મ જન્મ સ્થળ અને પૃષ્ઠભૂમિને લીધે તે હંમેશાં વિરોધીઓના નિશાના પર રહે છે રાજકારણીઓ નજાત વિરુદ્ધ લૈંગિકવાદી અને જાતિવાદી ટિપ્પણી પણ કરતા તેમના પર ઘણા પ્રકારના આરોપ લગાવવામાં આવતા કેટલીકવાર ડ્રેસ વિશે અસ્પષ્ટ ટિપ્પણીઓ કરવામાં આવી હતી તો ક્યારેક લિપસ્ટિક વિશે નજત ક્યારેક ગભરાઈ નહીં.

નજાતે ભેદભાવ સામે પણ આંદોલન કર્યું હતું નાજત 2008 માં રોન આલ્પાઇનથી કાઉન્સિલ સભ્ય તરીકે ચૂંટાય હતી ત્યારથી તે સતત ચૂંટણી જીતી રહી છે ચૂંટણી જીત્યા બાદ નજાતના રાજકારણની ગતિ વધી ગઈ.

2012 માં નજાતને મહિલા અધિકાર મંત્રીની કમાન સોંપવામાં આવી હતી ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાન્સોઇસ ઓલાંદે પણ તેમને સરકારના પ્રવક્તા તરીકે નિમણૂક કરી હતી 25 ઓગષ્ટ 2015 ના રો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાનસ્વા ઓલાંદે દેશના શિક્ષણ મંત્રીની કમાન સોંપી.

આજે નજાત એક પ્રેરણાદાયી વ્યક્તિ બની ગઈ છે તેની સિદ્ધિઓ જોઈને ખ્યાલ આવે છે કે જો તમે તમારા લક્ષ્ય વિશે પ્રમાણિક હો તો આ દુનિયામાં એવું કંઈ નથી જેને પ્રાપ્ત કરવું અશક્ય છે.