તમાલપત્રનાં આ ફાયદા જાણીને ચોકી જશો,આટલા બધા છે એના ઉપયોગ,એક વાર જરૂર જાણી લો..

0
241

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંતમે દરેક લોકો જાણો છો કે ભારતીય રસોડામાં તમાલપત્ર હોય છે. આટલું જ નહીં તમાલપત્ર મસાલાના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત એનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. તમાલપત્રના ઘણા સ્વાસ્થ્ય સંબંધિત લાભ છે.તમાલપત્રના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. પ્રાચીન કાળથી એનો ઉપયોગ લીવર, આંતરડા અને કિડનીની સારવારમાં થતો રહ્યો છે. ઘણી વખત એનો ઉપયોગ મધમાખી કરડે તો એ જગ્યા પર કરવામાં આવે છે. હાલ ઘણા લોકો ઓનો ઉપયોગ નાના મોટા રોગો માટે કરી રહ્યા છે. શું તમે જાણો છો તમાલપત્રના બીજા ઘણા ફાયદા છે. જી હાં વાસ્તવમાં રશિયામાં થયેલા એક સર્વે અનુસાર જાણવા મળ્યું છે કે તમાલપત્રનો પ્રયોગ તણાવ દૂર કરવામાં કરી શકાય છે. તમાલપત્ર એરોમેટિક હોય છે. જી હાં જે રીતે આપણે સ્પા વગેરેમાં રિલેક્સ થવા માટે અરોમાં થેરાપીનો ઉપયોગ કરીએ છીએ. તમાલપત્ર દ્વારા તમે એનો આનંદ અને ફાયદો તમારા ઘરના રૂમમાં ઊઠાવી શકો છો.

તમાલપત્ર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે.તમાલપત્રનું સેવન કરવાથી કેન્સર સહિત હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે.તમાલપત્રનું ભારતીય મસાલામાં એક ખાસ મહત્વ છે.તમાલપત્ર ભોજનનો સ્વાદ બમણો કરી દે છે.લોકો તેમના ભોજનમાં તમાલપત્રનો ઉપયોગ કરે છે.તથા તમાલપત્રનો ઉકાળો અને લેપ મચકોડ આવવા પર અને નસમાં સોજા આવવા પર તેને દૂર કરે છે.

તમાલપત્રમા એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી ઇંફ્લામેટ્રી અને દુખાવાને દૂર કરવાના ગુણ રહેલા છે.જેના કારણથી તે દુખાવા માટે લાભાદાયી છે.આ સાથે તમાલપત્રનો ઘરનું વાતાવરણ શુદ્ધ કરવામાં પણ ઉપયોગ કરી શકાય છે. કઇ રીતે તે આપણે જોઇએ.જાણીને આશ્ચર્ય થશે કે તમાલપત્રનો ઉપયોગ ઘરમાં સુગંધ ફેલાવા માટે પણ કરી શકો છો.ઘણા લોકો તેમના ઘરને સુગંધિત રાખવા માટે બજારમાં મળતા મોંઘાદાટ, કેમિકલવાળા રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરે છે.પરંતુ આ મોંઘી પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચ કરવાની જગ્યાએ તમે તમાલપત્રનો ઉપયોગ કરી શકો છો.તમે રૂમમાં કે ઘરમાં તમાલપત્રને સળગાવી દો.

તેને સળગાવવાથી જે સુગંધ આવે છે તે રૂમ ફ્રેશનરથી પણ વધારે સારી આવશે.પ્રાચીન સમયથી જ તમાલપત્રનો ઉપયોગ આ કામમા કરવામાં આવી રહ્યો છે.તમને આ વાત જાણીને હેરાની થશે કે તમાલપત્ર માત્ર ઘરમાં સુગંધી માટે જ નહીં પરંતુ તેને સળગાવવાથી તેમાથી આવતી સુગંધથી દિમાગ પણ શાંત રહે છે.તમાલપત્રનો ધુમાડો વાતાવરણમાં રહેલા દુષિત કણોને પણ દૂર કરે છે.તમાલપત્રના ધુમાડાથી નર્વસ સિસ્ટમ સારી રહે છે અને માનસિક ગતિવિધિઓ પણ તેજ રહે છે.જો તમે વધારે પ્રમાણમાં તણાવમાં છો તો તમાલપત્રને સળગાવી તેની સુગંધ લો. તેનાથી તમને તરત રાહત મળશે. આનાથી થાક પણ દૂર થાય છે અને દિમાગની નસોને પણ આરામ મળે છે.

તમાલપત્રનો ધુમાડો જ્યારે શ્વાસ દ્વારા આપણા શરીરમાં જાય છે તેથી આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે છે.આટલું જ નહીં એવું પણ જણાવી દઇએ કે તમાલપત્રનો પ્રયોગ ખાસકરીને દવાઓને બનાવવામાં પણ કરવામાં આવે છે, ખાસ કરીને ભારતીય દવાઓ. તમાલપત્ર ગરમ મસાલાનો એક મહત્વનો ભાગ છે. એનો પ્રયોગ હંમેશા આયુર્વેદમાં કરવામાં આવી રહ્યો છે. ઘણા પ્રકારની બિમારીઓમાં તમાલપત્ર ફાયદાકારક સાબિત થાય છે. તો બીજી બાજુ તમે તમાલપત્રનો પાઉડર દરરોજ સવારે પાણીની સાથે લેવાથી ડિયાબિટીસ દૂર થાય છે. દિવસમાં ત્રણ વખત લેવો જોઇએ.

તમાલપત્રનો ઉપયોગ મગજને તેજ કરવામાં પણ થાય છે. જી હાં જણાવી દઇએ કે એનાથી યાદશક્તિ વધે છે. કંઇ પણ યાદ કરવામાં મુશ્કેલી પડતી નથી. એને દરરોજ ખાવામાં ઉપયોગ કરવો જોઇએ. એને ખાનાર શખ્સને અલ્ઝાઇમર જેવી મગજથી જોડાયેલી બિમારીઓ થવાની શક્યના નહિવત થાય છે. ઘડપણમાં યાદશક્તિને લઇને સમસ્યા આવતી નથી. આ ઉપરાંત તમાલપત્ર મહિલાઓ માટે પણ ખૂબ ઉપયોગી છે.

મચકોડ આવવા પર તમાલપત્ર, અજમો અને વરિયાળીથી બનેલો ઉકાળો રામબાણ ઇલાજ છે. મચકો઼ડ આવવા પર તેનુ સેવન કરી શકો છો. જે દુખાવા અને સોજાને ઓછા કરવામાં મદદરૂપ છે. તે સિવાય તમે તમાલપત્ર અને લવિંગને પાણીમાં પીસીને તેનો લેપ બનાવી શકો છો. તમાલપત્ર અને લવિંગનો લેપ લગાવવાથી દુખાવામાં તમને આરામ મળશે.

નસોમાં આવતા સોજામાં આરામ,નસોમાં સોજા આવવાના કારણે ઘણી તકલીફ થાય છે અને તેની અસર કામ પર પડે છે. નસોમાં સોજો વધારે પડતું ખેંચાણ, ઇજા અને નસો પર દબાણ પડવાથી થાય છે. આ સ્થિતિમાં તમાલપત્ર, અજમો અને વરિયાળીથી બનેલો ઉકાળો પીવાથી સોજો ઓછો થાય છે. તે સિવાય તમાલપત્ર, તજ અને લવિંગને પીસીને તેનો લેપ લગાવવાથી દુખાવામાં રાહત મળે છે.

તમાલપત્રમાં સારાં પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાંથી વિટામિન સી, ફોલિક એસિડ, વિટામિન એ, નિયાસિન, રીબોફ્લેવિન, એન્ટીઓક્સીડેન્ડ, એન્ટીસેપ્ટીક, આયર્ન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, મેગનીઝ, સેલેનિયમ, ઝિંક જેવા અઢળક પોષક તત્વો મળે છે. તમાલપત્ર મધુર, ગરમ, તીક્ષ્ણ, ઉત્તેજક,વાતહર અને પચવામાં હળવું હોય છે. એ કફ, વાયુ, હરસ, ઊલટી-ઉબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુઃખાવો, અવાર-નવાર થતાં ઝાડા વગેરે પાચનતંત્રના રોગોમાં ફાયદાકારક છે.તમાલપત્રના 2-3 પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે.

જો તમને અપચો કે પેટમાં ભારેપણું અને પેટ ફુલવાની સમસ્યા રહેતી હોય તો 5 ગ્રામ તમાલપત્રનું ચૂર્ણ લેવું. કટકો આદુ વાટીને લેવું. અને 200 મિલિ. પાણીમાં અડધું રહે ત્યાં સુધી ઉકાળીને તેનું સેવન કરવું. તમે તેમાં થોડું મધ નાખીને પણ પી શકો છો. આ નુસખો દિવસમાં બે વાર કરવો.

માથાનો દુખાવો, ગેસ અને ઉધરસમાં રામબાણ,પારંપારિક હર્બલ જાણકારો મુજબ, તમાલપત્રના તેલથી માલિશ કરવાથી માથાનો દુખાવો, લકવો અને માંસપેશીઓમાં દુખાવા જેવી સમસ્યાઓમાં આરામ મળે છે. રાતે સૂતા પહેલાં આના તેલથી માલિશ કરવામાં આવે તો બહુ જ સારી ઉંઘ આવે છે અને લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થાય છે.

મધની સાથે તમાલપત્રનું ચૂર્ણ લેવાથી શરદી અને ઉધરસમાં ઝડપથી રાહત મળે છે. પાતાળકોટના આદિવાસીઓ કહે છે જેના મોઢામાં ચાંદા હોય તે પણ આ નુસખાનો ઉપયોગ કરે તો તરત આરામ મળે છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ