તમારા શેમ્પુમાં ઉમેરો ઘરની આ વસ્તુ,વાળને લગતી તમામ સમસ્યાઓ દૂર થશે….

0
68

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જો તમે વાળ ની સારી રીતે સાર-સંભાળ રાખો તો આપણે આ બધી જ સ્ટાઇલો અપનાવ્યા છતાં પણ વાળ ને સુરક્ષિત રાખી શકીએ છીએ. વાળ ની સમસ્યાઓ મા જો સૌથી વધારે કોઈ સમસ્યા થી પીડાતા હોય તો તે છે સતત ખરતા રહેતા વાળ.

Advertisement

વાળમાં શેમ્પૂ લગાવ્યા પછી, આમ લગાવો એલોવેરા જેલ, ફરી આશ્ચર્યજનક જુઓ એલોવેરા વાળને હાઇડ્રેટેડ રાખે છે, નરમ પાડે છે, ખોડો દૂર કરે છે અને વાળનો વિકાસ વધારે છે. કન્ડિશનર તરીકે એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખો. તમે અક્ષર સાંભળ્યું જ હશે કે એલોવેરામાં ઓષધીય ગુણધર્મોની સંપત્તિ છે. જે તમને અનેક ખતરનાક રોગોથી મુક્તિ આપે છે. આ ઉપરાંત, તે તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેનો ઉપયોગ તમારા વાળમાં કરવાથી તમે સુંદર અને નરમ વાળ મેળવી શકો છો. હા, એલોવેરા જેલમાં આવા ગુણધર્મો છે કે તેનો ઉપયોગ કન્ડિશનર તરીકે કરવાથી વાળ સુકાઈ, વાળ ખરવા અને ડેંડ્રફ જેવી ઘણી સમસ્યાઓ ઝડપથી દૂર થઈ જાય છે. એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો. તમે એલોવેરાનો ઘણી રીતે ઉપયોગ કર્યો હશે. તમે આને શ્રેષ્ઠ કન્ડિશનર પણ બનાવી શકો છો. એલોવેરા વાળને હાઇડ્રેટેડ રાખે છે, નરમ પાડે છે, ખોડો દૂર કરે છે અને વાળનો વિકાસ વધારે છે.

મિત્રો , વાળ એ સ્ત્રીઓના સૌંદર્ય માં એક વિશેષ તથા મહત્વનો ભાગ ભજવે છે. જો તેમના વાળ માં કોઈપણ પ્રકાર ની સમસ્યા ઉદભવે તો તેમના સૌંદર્ય માં કાળો દાગ લાગી જાય છે. આવું ના બને તે માટે તેઓ વાળ ની સાર-સંભાળ રાખવા માટે જાત-જાતના વિવિધ પ્રકારના સૌંદર્ય સંસાધનો , શેમ્પુ તથા કંડીશનર્સ નો ઉપયોગ કરતાં હોઈએ છીએ પરંતુ , તેમ છતાં આપણે વાળ તૂટી જવા, વાળ ખરી જવા જેવી અનેકવિધ સમસ્યાઓ થી પીડાય છીએ.

જો તમે પણ આ પ્રકાર ની સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો હાલ આજે આ લેખમાં એક એવો નુસ્ખો લાવ્યો છું જેને અજમાવવાથી તમે તમારી વાળ ને લગતી તમામ સમસ્યાઓ માંથી મુક્ત થઈ જશો. આજે આપણે અમુક એવી વસ્તુ વિશે વાત કરવાની છે જેને શેમ્પુમાં ઉમેરીને વાળ પર લગાવવામાં આવે તો તમારા વાળ સુંદર , આકર્ષક અને મુલાયમ બની જશે. તો ચાલો જાણીએ આ વસ્તુ કઈ છે તથા તેનાથી શું-શું લાભ થશે?

ખોડા ની સમસ્યા દૂર થાય :સ્ત્રીઓ ના વાળમાં સૌથી વધારે જો કોઈ સમસ્યા ઉદભવતી હોય તો તે છે ખોળાં ની સમસ્યા. આ વાળમાં ખોળો પડી જવાની સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે શેમ્પુ માં ૨ ચમચી લીંબુ નો રસ ઉમેરી મિકસ કરી ત્યાર બાદ વાળ પર લગાવી આ મિશ્રણ ને ૩-૪ મીનિટ સુધી વાળ પર રહેવા દયો ત્યાર બાદ પાણી વડે વાળ ધોઈ નાખો. આમ કરવાથી થોડા જ સમય માં તમારા વાળમાં થતી ખોળાં ની સમસ્યામાંથી તમને મુક્તિ મળશે.

ખરતા વાળ ની સમસ્યા દૂર થાય :જે સ્ત્રીઓ ખરતા વાળની સમસ્યા થી ત્રસ્ત હોય તે લોકો એ ૨ ચમચી આંબળા ના રસને શેમ્પુમાં ઉમેરી આ મિશ્રણ ને વાળ પર લગાવવું. ત્યાર બાદ વાળધોઈ લેવા. આનાથી તમારી ખરતા વાળ ની સમસ્યા દુર થઈ જશે.વાળ મુલાયમ તથા આકર્ષક બને :વાળ ને શેમ્પુ કરીને ધોયા બાદ તેના પર એલોવેરા લગાવવા માં આવે તો તમારા વાળ વધુ પડતાં ચમકદાર તથા આકર્ષક બને છે. તમારા વાળ એકદમ સોફટ બની જાય છે તથા વાળની મજબૂતાઈમાં પણ વધારો થાય છે. આ ઉપાય ને વીક માં બે વખત અજમાવવો.

વાળમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે :ઘણી વાર વધુ પડતુ તડકામાં રહેવાના કારણે શરીર ગરમ થઈ જાય છેઅને શરીર માંથી પરસેવો વહેવા માંડે છે અને પરસેવાના કારણે વાળ માંથી એક વિચિત્ર પ્રકાર ની દુર્ગંધ આવે છે. આ દુર્ગંધ માંથી મુક્તિ મેળવવા માટે શેમ્પુ માં ૨ ચમચી રોઝ વોટર ઉમેરી તેનાથી વાળ વોશ કરો એટલે તમારા વાળમાંથી આવતી આ દુર્ગંધ દૂર થાય છે તથા તમારા વાળ ભરાવદાર અને મજબૂત બને છે.

મિત્રો ખરતા વાળ પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. જેમ કે, તમારા આહાર મા વિટામીનયુક્ત આહાર ની ઉણપ, શરીર મા થતી પ્રોટીન ની ઉણપ.એક સ્વસ્થ યુવાન ના શરીર ને સમગ્ર દિવસ દરમિયાન ૪૫ થી ૫૫ ગ્રામ સુધી પ્રોટીન ની આવશ્યક્તા રહે છે. આ સિવાય શરીર મા ફોલિક એસિડ ની ઉણપ ના કારણે પણ વાળ સમય પહેલાં જ ઉતરવા માંડે છે. તો ચાલો આજે આપણે મેથી દ્વારા વાળ ને કેવી રીતે ઉતરતા રોકી શકાય તેના વિશે માહિતી મેળવીએ.

મિત્રો જો તમે અત્યંત સરળ પદ્ધતિ થી કોઈપણ મગજમારી કર્યા વગર તમારા ખરતા વાળ ને અટકાવવા માગતા હોવ તો નિયમિત રાત્રે સુતા પૂર્વે એક નાના વાટકા મા મેથી ના દાણા પલાળી મુકી દેવા. ત્યારબાદ પરોઢે આ પલળેલા મેથી ના દાણા ની પેસ્ટ તૈયાર કરી લેવી. હવે આ પેસ્ટ ને માથા પર લગાવતા પૂર્વે તમારે તમારા વાળ ને વ્યવસ્થિત રીતે વોશ કરી લેવા અને ભીના વાળ માં જ મેથી ની તૈયાર કરેલી પેસ્ટ વ્યવસ્થિત રીતે લગાવી લેવી.

મિત્રો વાળ ના મૂળિયા સુધી પહોંચે તેવી રીતે આ પેસ્ટ લગાવવી. તે લગાવ્યા બાદ એક કલાક સુધી તેમજ રાખી મૂકવું અને ત્યાર બાદ તમે રાબેતા મુજબ જે રીતે શેમ્પુ થી વાળ વોશ કરતાં હોવ તે રીતે વાળ વોશ કરી લેવા. પરંતુ, અહીં એક વિશેષ સલાહ આપવામાં આવે છે કે તમારે શેમ્પુ ક્યારેય ડાયરેક્ટ વાળ પર ન લગાવવું. શેમ્પુ ને પાણી માં ડાઈલ્યુટ કરીને ત્યાર બાદ તેના થી વાળ વોશ કરવા. આમ કરવાથી શેમ્પુ માં રહેલા કેમિકલ ની અસર ઘટી જશે અને તમારા વાળ પણ સ્વચ્છ થઈ જશે અને સાથે સાથે શેમ્પુ નો બગાડ પણ નહીં થાય.

મિત્રો મેથી અને નાળિયેર ના દૂધ નો પ્રયોગ,જો તમે ઇચ્છતા હોવ કે તમારા વાળ સ્ટ્રોંગ બને અને વધુ પડતાં કાળા અને લાંબા થાય તો તેના માટે આ ઉપાય એકદમ લાભદાયી છે. જો તમારા માથા મા ટાલ પડવાનો પ્રારંભ થઈ ગયો હશે તો આ પ્રયોગ થી ટાલ પડતી અટકી જશે અને ધીમે ધીમે વાળ ની પણ વૃદ્ધિ થશે. તેના માટે તમારે રાત્રે સુતા પૂર્વે ત્રણ ચમચી મેથી ના દાણા પલળવા મુકી દેવા અને પરોઢે ઉઠીને આ દાણા ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લેવી.

મિત્રો હવે તે પેસ્ટ મા એક ચમચી લીંબુ નો રસ એડ કરવો અને સાથે જ ૧/૨ વાટકી નાળીયેર નું દૂધ એડ કરવું.. હવે તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરીને એકરસ કરી લેવું. ત્યાર બાદ આ તૈયાર થયેલી પેસ્ટ ને વાળ ની પાંથીએ પાંથી એ લગાવી લેવી. હવે આ પેસ્ટ ને માથા પર અડધો થી એક કલાક સુધી લગાવી રાખવું. ત્યાર બાદ માથુ ધોઈ લેવું. જો તમે જલદી જ વાળ માં સુધારો જોવા માગતા હોવ તો વીક માં ૨-૩ વાર આ પ્રયોગ અવશ્ય અજમાવો.

Advertisement