તમને માલામાલ બનાવી શકે છે હનુમાન ચાલીસાની આ 5 ગુપ્ત ચોપાઈ નો જાપ,જાણો એનાથી થતા ચમત્કારી લાભ…..

હનુમાન ચાલીસા ની આ ચોપાઈ તમને જીવન માં દરેક પરિસ્થિતિ સામે રક્ષણ આપશે જાણો વિગતે…દોસ્તો માત્ર હનુમાનજી એક એવા દેવ છે જે બધા દેવી દેવતાઓમાં પ્રિય છે. તેમને બધા જ દેવગણ અને નવ ગ્રહના આશીર્વાદ પ્રાપ્ત છે. તે તેમના ભક્તોને બધા જ સંકટમાંથી મુક્ત કરે છે તમે હનુમાનજીના ભક્ત હશો તો હનુમાન ચાલીસાનો પાઠ તો કરતા જ હશો. પરંતુ આજે અમે તમને હનુમાન ચાલીસાની એવી ગુપ્ત ચોપાઈઓ અંગે જણાવવા જઈ રહ્યા છીએ જેનો જાપ કરવાથી તમારા બધા જ આર્થિક સંકટ દૂર થશે અને તમારા પર ધનવર્ષા થશે. હનુમાન ચાલીસાની આ ચોપાઈઓ ખરેખર ચમત્કારી છે.

Advertisement

તમામ હનુમાન ભક્ત મંગળવારે હનુમાન ચાલીસાનો જાપ કરે છે. શક્તિ અને સાહતની પ્રતિક ગણાતા ભગવાન હનુમાનની ચાલીસામાં 3 દોહા અને 40 ચોપાઈ લખેલી છે. માત્ર મંગળવાર જ નહીં પરંતુ કોઈ પણ દિવસે ડર ભગાવવા માટે લોકો ચોપાઈ વાંચે છે. જેમાં સૌથી જાણિતી છે પહેલી ચોપાઈ જય હનુમાન ગુણ સાગર, જય કપીસ તિહું લોક ઉજાગર.ભૂત પિશાચ નિકટ નહિં આવે, મહાવીર જબ નામ સુનાવે. આ ચોપાઈનો સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત પછી 108 વાર જાપ કરો. તે તમને બધા જ પ્રકારના ભયથી મુક્ત કરી તમારામાં આત્મવિશ્વાસનો સંચાર કરશે જેનાથી તમે જીવનના દરેક ક્ષેત્રે સફળતા મેળવી શકશો.

નાસે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમત બીરા. લાંબી બીમારી માટે આ રામબાણ ઈલાજ છે. કોઈ કામમાં અડચણ આવતી હોય તો તે પણ આ ચોપાઈના જાપથી દૂર થાય છે. અભ્યાસથી માંડીને બિઝનેસ સુધી, તમને આ ચોપાઈનો જાપ કરવાથી દરેક ક્ષેત્રે સફળતા મળશે અને આર્થિક સમૃદ્ધિ વધશે.અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસ બીર દીન જાનકી માતા. આ એ ચમત્કારી ચોપાઈ છે જે તમને મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ આપે છે. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને અડધો કલાક આ ચોપાઈનો જાપ કરવો.

વિદ્યા બાણ ગુણી અતિ ચાતુર રામ કાજ કરિબે કો આતુર. જ્ઞાન અને બુદ્ધિ વિના સંસારમાં કંઈપણ હાંસલ કરવુ શક્ય નથી. વિદ્યાહીન વ્યક્તિ હંમેશા ગરીબી અને ઉપેક્ષાનો શિકાર બને છે. વિદ્યા બુદ્ધિ પ્રાપ્તિ માટે સવારે સ્નાન બાદ 108 વાર આ ચોપાઈનો જાપ કરો.ભીમ રૂપ ધરિ અસુર સંહારે રામચંદ્રજી કે કાજ સંવારે. આ ચોપાઈનો નિયમિત જાપ કરવાથી તમારા બગડેલા કામ બની જશે. કોઈપણ કામમાં અડચણ નહિ આવે. વેપારમાં અડચણ હોય કે આર્થિક સમસ્યા, દરરોજ સવારે આ ચોપાઈનો 108 વાર જાપ કરો.

મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી.તેનો અર્થ એ છે કે હે બજરંગબલી આપ મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો.આપ દુર્બુદ્ધિને દૂર કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો.હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ કાંધે મૂંજ જનેઊ સાજૈ.તેનો અર્થ એ છે કે આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા આપના કાન્ધા પર મૂંજની જનોઈ શોભાયમાન છે.

કર સુવન કેસરી નન્દન તેજ પ્રતાપ મહા જગ બન્દન.તેનો ભાવાર્થ એ છે કે હે શંકર ભગવાનના અંશ કેસરીનન્દન આપના પરાક્રમ અને મહાન યશ ની આખા સંસારમાં વન્દના થાય છે.પવન તનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સુર ભૂપ.તેનો ભાવાર્થ છે કે હે પવનપુત્ર આપ બધા સંકટોના હરણ કરનાર ચો, આપ મંગળ મુરત રૂપ છો.મારી પ્રાર્થના છે કે આપ શ્રીરામ, શ્રીજાનકી તથા લક્ષ્મણજી સહિત સદા મારા હ્રદયમાં નિવાસ કરો.

હનુમાન ચાલીસાની શરૂઆતમાં બે દોહા સાથે થાય છે જેનો પહેલો શબ્દ છે શ્રીગુરૂ જેમાં શ્રીનો સંદર્ભ સીતા માતા છે.. જેને હનુમાન પોતાના ગુરૂ માનતા હતા.હનુમાન ચાલીસાને કવિ તુલસીદાસે લખી હતી. જે અવધિ ભાષામાં લખાઈ હતી. કવિ તુલસીદાસ અંતિમ દિવસોમાં વારાણસીમાં રહ્યા હતા. જ્યાં તેમના માટે એક ઘાટ પણ છે તુલસી ઘાટ.હનુમાન ચાલીસાને સૌથી પહેલા ખુદ ભગવાન હનુમાને સાંભળી હતી. સુપ્રસિદ્ધ કથા અનુસાર જ્યારે તુલસીદાસ રામચરિતમાનસ બોલાવનું પૂર્ણ કર્યું ત્યારે તમામ વ્યક્તિ ત્યાંથી જતા રહ્યા હતા માત્ર એક વ્યક્તિ બેસેલો હતો. તે વ્યક્તિ બીજુ કોઈ નહીં ખુદ ભગવાન હનુમાન હતા.

હનુમાનજી પ્રસન્ન થાય તો વ્યક્તિને કોઈ સમસ્યા નડતી નથી. હનુમાન ચાલીસાના પાઠ ઉપરાંત રામજીની ભક્તિ કરો અને વાનરોને પણ ગોળ-ચણા ખવડાવો જેથી હનુમાનજી પ્રસન્ન થશે. શક્ય હોય તો મંગળવારે અને શનિવારે હનુમાનજીને પ્રસન્ન કરવા વ્રત કરો.હનુમાન ચાલીસાના પહેલા 10 ચોપાઈ તેમની શક્તિ અને જ્ઞાનના વખાણ કરે છે. 11થી 20 સુધીનીચોપાઈમાં ભગવાન રામ અંગે કહેવામાં આવ્યું છે. અંતની ચોપાઈ અંગે તુલસીદાસે હનુમાનજીની કૃપા અંગે કહી રહ્યા છે.

Advertisement