તારક મહેતાં કા ઉલ્ટા ચશ્માં ના કલાકારો ની રિયલ લાઈફ ફેમિલી ની તસવીરો તમે ભાગ્યજ જોઈ હશે, જુઓ તસવીરો……

0
241

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે તમને જાણવા મળશે એવા કિરદારોની ફેમિલી વિશે જે એક પ્રખ્યાત શૉ માં કામ કરતા હોય છે અને તે તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલ માં કામ કરે છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ.જો કે તમે દરરોજ ટીવી જગતમાં ઘણા પ્રકારના કોમેડી શો જોતા હોવ છો , પરંતુ જો આપણે ટીવીના સૌથી લોકપ્રિય કોમેડી શો એટલે કે તારક મહેતાના ઉલ્ટા ચશ્માની વાત કરીએ, તો આ શો ઘણા વર્ષો પછી પણ લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે.  હા, હાસ્યની સાથે આ શોમાં જીવનના ઘણા રંગો જોવા મળે છે.  આ જ કારણ છે કે લોકો આ શોને આજે પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ શો હવે ભારતમાં આટલો પ્રખ્યાત શો છે કે દરેક લોકો આજ સુધી આ શોને પોતાનો પ્રેમ આપી રહ્યા છે.  તારક મહેતા કા ઉલટા ચશ્માંના ચાહકો તેમના કલાકારો ને તેમના વાસ્તવિક નામોથી નથી બોલવતા , તેઓ તેમના શોના પાત્રોના નામથી જ તેમને જાણે છે અને બોલાવે છે.જેટલા પણ લોકો આ શોને પસંદ કરે છે તે બધા માટે ગોકુલધામ સોસાયટી તેમની જ સોસાયટી જેવી છે. આજે અમે તમને આ શોના પાત્રો વિશે કંઈક કહેવા માંગીએ છીએ.  તારક મહેતાના ઉલ્ટા ચશ્મા છેલ્લાં સાત વર્ષથી ભારતીય દર્શકોને ઘણા હસાવી રહ્યાં છે.  ફક્ત બાળકો જ નહીં પરંતુ આખું કુટુંબ સાથે મળીને આ નાટક જોવાનું પસંદ કરે છે. આ નાટકને નીલા ટેલિ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું જેના માલિક આસીત કુમાર મોદી છે.

તો ચાલો જાણીએ આ શો ના મુખ્ય કલાકારોની કેટલીક વિશેષ બાબતો વિશે.જેઠાલાલ- દિલીપ જોશી: તમને જણાવી દઈએ કે તારક મહેતામાં જેઠાલાલની ભૂમિકા નિભાવનારા દિલીપ જોશીનો જન્મ પોરબંદરથી 10 કિલોમીટર દૂર એક ગોસા નામના ગામમાં 26 મે 1968 ના રોજ થયો હતો.  તેમજ તેમની પત્નીનું નામ જયમાલા છે અને તેમને બે બાળકો પણ છે.  તમને જાણીને આશ્ચર્ય થશે કે દિલીપ જોશીએ 12 વર્ષની ઉંમરે થીયેટરમાં બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

દયા ઘડા- દિશા વાકાણી: આ શોની મુખ્ય ભૂમિકા નિભાવનાર દિશા વાકાણીએ દરેકના હૃદયમાં સ્થાન બનાવ્યું છે.  જણાવી દઈએ કે દિશા વાકાણીનો જન્મ 17 સપ્ટેમ્બર 1978 માં અમદાવાદમાં થયો હતો.  તેમની સ્કૂલ અને કોલેજ અમદાવાદથી જ થઈ હતી, અને આ શોમાં જોવા મળતો સુંદરલાલ તેનો સગો ભાઈ છે.  દિશાએ સ્કૂલના સમયથી જ થિયેટરમાં ઘણાં ગુજરાતી નાટકોમાં ભાગ લીધો હતો.તારક મહેતા- શૈલેષ લોઢા: આ શો જેના નામ પર ચાલી રહ્યો છે તેની ભૂમિકા એટલે કે તારક મહેતાની ભૂમિકા જેઠાલાલના પરમ મિત્રનું પાત્ર નિભાવવા વાળા શૈલેષ નો જન્મ 15 જુલાઈ 1969 માં રાજસ્થાનના સિરોહી જિલ્લામાં થયો હતો. તેઓ પોતાના અસલી જીવનમાં પણ એક લેખક છે.  તેમને કોમેડી સર્કસમાં પણ કામ કર્યું હતું.

ટપ્પુ-ભવ્ય ગાંધી: આ શોમાં, ભવ્ય ગાંધી ટપ્પુનો જન્મ 20 જૂન 1997 ના રોજ થયો હતો અને તે પણ એક ગુજરાતી પરિવારના છે, જેમના માતાપિતા મુંબઇ જઈને રહેવા લાગ્યા.  તમને જણાવી દઈએ કે, તે 11 વર્ષની ઉંમરે આ શો નો ભાગ બન્યો હતો.  આ શોમાં તેઓ ગોકુલધામ સોસાયટીમાં એક કરતા વધારે મુશ્કેલી પેદા કરતા રહે છે. ચંપકલાલ-અમિત ભટ્ટ: આ શોમાં બાપુજીની ભૂમિકા નિભાવનારા અમિત ભટ્ટે પોતાના માટે એક અલગ ઓળખ બનાવી હતી.  અમિત ભટ્ટ 40 વર્ષ ના છે અને આમ તો જેઠલાલથી પણ નાના છે.

ત્યાંજ , અમિત ભટ્ટ 16 વર્ષથી થિયેટરમાં કામ કરી રહ્યા હતા અને તેણે ઘણી ગુજરાતી અને હિન્દી સિરિયલોમાં કામ કર્યું છે.ત્યારબાદ ચાલો મારા વાહલા મિત્રો જાણીએ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ની અન્ય માહિતી વિશે,દિલીપ જોશી એ ગુજરાતી નાટ્યભૂમિ અને ટેલીવિઝનના અભિનેતા છે. તેઓ ખાસ કરીને સબ ટીવી પર આવતી ધારાવાહિક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ના મુખ્ય પાત્ર જેઠાલાલ તરીકે ખુબજ જાણીતા થયા છે.સ્વાભાવિક છે કે લૉકડાઉનથી વાત શરૂ થઇ, દિલીપ જોશી કહે છે, “૧૨ વર્ષથી સતત હું શોનો હિસ્સો રહ્યો છું. ડેઇલી સોપનું શૂટિંગ અટકે નહીં અને આ લૉકડાઉને મને એવો સમય આપ્યો જે મને આટલા વર્ષોમાં નહોતો મળ્યો. હું મારા કુટુંબ સાથે સમય પસાર કરું છું, બે ટંક સાથે જમીએ છીએ અને વાતો તો જાણે ખુટતી જ નથી.

દેશભરમાં લોકપ્રીય સીરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના દિલીપ જોશી એટલે કે, જેઠાલાલ ત્રણ મહિનાથી ઘર પર છે એટલે કે, શૂટિંગ પર રોક લાગી હોવાથી તેમને પણ કોઈ કામ મળી રહ્યુ નથી. શું તમે અંદાજો લગાવી શકો છો કે, 3 મહિનામાં દિલીપ જોશીને કેટલુ નુકસાન થયુ હશે. એક અંદાજ પ્રમાણે તેમને લગભગ 90 લાખ રૂપિયાની કમાણીથી હાથ ધોવો પડ્યો છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે, સમગ્ર ટીવી અને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કલાકારોને લોકડાઉનમાં કેટલી હદે નુકસાન થયુ હશે.

મહિનામાં લગભગ 25 દિવસ કામ કરે છે : એક ખાનગી વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, જેઠાલાને એક એપિસોડ માટે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના મેકર્સ તરફથી લગભગ 1.50 લાખ રૂપિયાની રકમ મળે છે. તે માટે તેઓ મહિનામાં લગભગ 25 દિવસ કામ કરે છે. એક મહીનામાં સરેરાશ 20 એપિસોડ ઓન એર કરવામાં આવે છે. જો આ 20 એપિસોડમાં જેઠાલાલ દેખાય છે તો તેમને લગભગ 30 લાખ રૂપિયાની કમાણી થાય છે. આ રીતે વિતેલા મહિનામાં આ શોના 60 એપિસોડ બની શક્યા નથી. કહેવામાં આવી શકે છે કે, ઓછામાં ઓછા 90 લાખ રૂપિયાની કમાણી તેમને થઈ શકી નથી.

દિશા ફીના કારણે જ શોમાં પરત ફરી રહી નથીદિલીપ જોશી ‘તારક મેહકા કા ઉલ્ટા ચશ્મા’ ની ટીમના મોંઘા કલાકારોમાંથી છે. આ રીતે શૈલેષ લોઢાને પણ લગભગ 1.50 લાખ રૂપિયા દર એપિસોડ માટે આપવામાં આવે છે. દિશા વાકાણીની પણ સીરિયલમાં પરત ફરવા પર ચર્ચા થઈ રહી છે કે, તેણી પોતાની ફીના કારણે જ શોમાં પરત ફરી રહી નથી. કારણ કે, મેકર્સ અને દિશાની વચ્ચે કોઈ એમાઉન્ટ પર સમાધાન થઈ જ નથી રહ્યુ. તેથી ‘દયાબેન’ નુ પાત્ર શોથી દૂર છે. કહેવામાં આવી રહ્યુ છે કે, જો દિશાની માગ પૂરી કરી આપવામાં આવે તો, તેણી આ શો પર સૌથી મોંઘી કલાકાર થઈ જશે.છેલ્લા 12 વર્ષથી પોતાના કેરેક્ટર જેઠાલાલથી દિલીપ જોશી દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે.

ટેલિવિઝન જગતની સૌથી લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાની કોમિક ટાઈમિંગથી ઓડિયન્સને હસાવતા 51 વર્ષીય આ એક્ટરનો જન્મ ગુજરાતના પોરબંદર ગામમાં થયો છે. હવે મોટાભાગના લોકો તેમને જેઠાલાલ કહીને જ સંબોધે છે.તમને જણાવી દઈએ કે, દિલીપે 12 વર્ષની ઉંમરથી જ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી લીધી હતી. એક્ટિંગ કોમ્પિટિશનમાં ભાગ લેવાની સાથે જ તેમણે જુહૂના પૃથ્વી થિયેટરમાં ઘણાં  નાટક પણ કર્યા છે. જીવનમાં આટલી સફળતા પ્રાપ્ત કરનાર દિલીપ જોશીએ ઘણું સ્ટ્રગલ કર્યું છે. દિલીપ જોશી જણાવે છે કે, તારક મહેતા શરૂ થયું તેના 1.5 વર્ષ પહેલાં સુધી તેમની પાસે કોઈ જ કામ નહોતું.

તારક મહેતાને 11 વર્ષ પૂરા થવા પર એક ઈન્ટરવ્યૂમાં દિલીપે કહ્યું હતું કે, તારક મહેતા શોએ તેનું જીવન બદલી નાખ્યું. આ શોથી તેમને ઓળખ મળી. તેઓ જણાવે છે કે, તેમણે ઈન્ડસ્ટ્રીમાં ઘણાં પ્રોજેક્ટ્સમાં કામ કર્યું પરંતુ તારક મહેતામાં મને જોયા બાદ લોકોનો મારા પ્રત્યેનો અભિપ્રાય બદલાય ગયો. તમને જણાવી દઈએ કે, આ પહેલાં દિલીપ જોશી કોમેડી સીરિયલ્સમાં અને ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમના મુજબ જો ટીવી ઈન્ડસ્ટ્રીમાં પાત્ર મજબૂત હોય તો શોને દર્શકોનો ભરપૂર પ્રેમ મળે છે.દિલીપે બાળપણમાં એક્ટિંગને કારણે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હતો. જેથી તેને આ વાતનો રંજ છે કે તેણે અભ્યાસ પૂરો ન કર્યો. થિયેટરમાં કામ કરવાને કારણે તે અભ્યાસ પર ધ્યાન આપી શકતા નહોતા અને આ જ કારણથી તેમણે અભ્યાસ છોડવાનો નિર્ણય લીધો હતો. ફેમિલી મેન છે દિલીપ : દિલીપના લગ્નને 20 વર્ષ થઈ ગયા છે. તેમના 2 બાળકો છે.

તેમની પત્નીનું નામ જયમાલા છે અને દીકરીનું નામ નિયતિ અને દિકરાનું નામ રિતિક છે. પોતાના બાળકો વિશે જણાવતા દિલીપ કહે છે કે, તેઓ મારા મિત્ર છે. જોકે, હું તેમને હમેશાં અનુશાસનમાં રહેવાનું કહું છું. તેઓ પોતાનો ખાલી સમય પરિવાર સાથે જ વિતાવે છે.વર્ષ 1997માં સીરિયલ ક્યા બાત હૈથી ટીવી કરિયરની શરૂઆત કરનાર દિલીપને ફિલ્મ મૈને પ્યાર કિયાથી ઓળખ મળી. આ પછી દિલીપે હમ આપકે હૈ કૌન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાજ, દિલ હૈ તુમ્હારા જેવી ફિલ્મોમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યું છે. જોકે, એક્ટિંગ એક અસુરક્ષિત જોબ છે. તારક મહેતા સાઈન કર્યા પહેલાં તેઓ લગભગ 1.5 વર્ષથી બેરોજગાર હતા. જોકે, હવે દિલીપ એક એપિસોડના 1.5 લાખ રૂપિયા ફીસ લે છે અને ટોયોટા ઈનોવા એમપીવી ગાડી ચલાવવી તેમને પસંદ છે. તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.