ભારત ધર્મ અને પરંપરાઓ ને પ્રદર્શિત કરતો એક મહાન દેશ છે. અહીં અસંખ્ય ધાર્મિક સ્થળો છે. દરેક ધાર્મિક સ્થળ ઇતિહાસ અને તેનું મહત્વ અને માન્યતા પ્રદશિત કરે છે. આ સ્થાન પર લોકોની એટલી બધી ભવાનાઓ જોડેલી છે. કે એમનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે.
હિન્દી, સીખ, મુસ્લિમ, ખિસ્તી, દરેક ધર્મનું ભારતમાં મહત્વ છે. આ ધર્મો સાથે સંકળાયેલા ધાર્મિક સ્થળો પણ તેમના મહત્વને કારણે દૂર-દૂરથી લોકો જોવા આવે છે. અને વિદેશ સુધી આ સ્થળો જાણીતા છે.
માતા અષ્ટલક્ષ્મી મંદિર. આ સ્થળો માં એક સ્થળ છે .ચેન્નઈમાં સ્થિત માતા અષ્ટલક્ષ્મી મંદિર ચેન્નઈમાં આવતા દરેક યાત્રાળુ પછી ભલે ભારતના હોય કે વિદેશી, ચોક્કસપણે આ મંદિરની દર્શન કરવા આવે છે.
આ મંદિર ચેન્નઈના આડાયાર સમુદ્રના કિનારે સ્થિત છે. આ મંદિરની ખાસિયત એ છે.કે અહી વિરાજમાન લક્ષ્મીના આઠ રૂપ છે.એટલા માટે આ મંદિર અષ્ટલક્ષ્મી તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા એવી છે કે અષ્ટલક્ષ્મી ના દર્શનથી ભક્તોને ધન, વૈભવ, શક્તિ, વિદ્યા, અને સુખ પ્રાપ્ત થાય છે.
બહારથી મંદિર ખૂબસૂરત દેખાય છે.દક્ષિણ ભારતના અન્ય મંદિરો શિવાય આ મંદિર પણ વિશાળ ગુંબજ છે. મંદિરમાં લક્ષ્મીની આઠ મૂર્તિઓ વિવિધ સ્થળે સ્થાપિત છે.
અહીં આદિ લક્ષ્મી ધાન્ય, લક્ષ્મી ગજ, લક્ષ્મી વિદ્યા લક્ષ્મી, વિજયા લક્ષ્મી,સંતાન લક્ષ્મી,ધન લક્ષ્મી ના દર્શન થાય છે.બધા મંદિર ધડિયારાના કાંટા ની ભાતી આગળ વધતા દેખાય છે.
મંદિરો ની આ લાબી કતારમાં છેલ્લે નવમ મંદિર છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી છે.દામ્પત્ય નું સુખ માગનારા ભક્ત, આ મંદિરના દર્શન કર્યા વગર નથી જાત.
ઇતિહાસના અનુસાર મંદિર નું નિર્માણ 1974 શરૂ કર્યું હતું. આ મંદિર નિર્માણ નિવાસ વરદચેરીયાર આગુવાઇ સમિત દ્વારા બનાવવામાં આવ્યું હતું. 5એપ્રિલ 1976 થી, આ મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના શરૂ થઈ.
આ મંદિરની કલા કૃતું અને આકાર જોઈને વિદેશી લોકો પ્રસન્ન અને ચકીત થઈ જાય છે. આ મંદિરની ડિઝાઇન 4 આકારની છે. આ મંદિર 65 ફુટ લાંબું અને 45 ફૂટ પહોળું છે.
મોટી સંખ્યામાં લોકો દરરોજ મંદિર માં આવે છે અને તેમના મન મુજબ પ્રસાદી ચડાવે છે. દેવી લક્ષ્મી ને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે.તેથી સામાન્ય રીતે અહીં આવતા તમામ ભક્તો માતાને કમળનું પુષ્પ ચડાવે છે.
અહીં આઠ કમળના ફૂલ ચડાવવાનો રિવાજ છે કેમ કે માતા લક્ષ્મી ના અહીં આઠ સ્વરૂપ વિરાજમાન છે અને ભક્તો આ આઠ સ્વરૂપ માટે અલગ અલગ ફૂલ લઈ ને આવે છે.
આ મંદિર અંદરથી ખૂબ સુંદર છે. તે ત્રણ માળનું મંદિર છે, જેની ચારે બાજુ વિશાળ આંગણા છે. મંદિર પરિસરમાં પૂજા સામગ્રીની દુકાન પણ છે.
મંદિર ના કપાટ દર્શન માટે સવારે 6.30 વાગ્યે ખુલી જાય છે. કપાટ દરવાજો બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી બંધ રહે છે. અને ખુલ્યા પછી રાત્રે 9 વાગે બંધ થઈ જાય છે.
મંદિર સુધી પહોંચવાનો માર્ગ એકદમ સરળ છે. આ મંદિર ચેન્નાઈના બેસેટ નગરમાં સ્થિત છે. બેસેટ નગર માટેની બસો સરળતાથી ચેન્નાઈ સેન્ટ્રલથી અથવા શહેરના દરેક ખૂણાથી ઉપલબ્ધ છે. મંદિર બસ સસ્ટેશન થી ચાલી શક્ય તેવા રસ્તે જ સ્થિત છે.