મનોરંજનની દુનિયામાં નાનો પડદો કહેવાતા ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનામાં ખૂબ મોટી છે. ઘણી વખત તો ટીવીમાં કામ કરતા સ્ટાર્સ બોલિવૂડની ફિલ્મોમાં કામ કરતા કલાકારો પણ વધારે પ્રખ્યાત થઈ જાય છે. તેનું કારણ એ છે કે ટીવી આજકાલ ઘેર ઘેર હોય છે. આવામાં એક ટીવી અભિનેતા કે અભિનેત્રી બનવાનો વિચાર એટલો ખરાબ પણ નથી. જો કે આ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા એવા સ્ટાર્સ છે જે આ ગ્લેમરસ વાળી દુનિયામાં આવતા પહેલા ખુબજ અલગ ક્ષેત્રમાં કામ કરતા હતા. જો કે પછીથી તેને સમજાયું કે તેની કિસ્મતના સિતારાઓ અભિનયની દુનિયામાં જ ચમકશે આવી સ્થિતિમાં તે ટીવી ઇન્ડસ્ટ્રીમાં કિસ્મત અજમાવવા આવ્યો હતો.
1.પ્રિતિકા રાવ.
પ્રિતિકા રાવ બોલિવૂડ એક્ટર અમૃતા રાવની બહેન છે. ટીવી એકટર્સ બનતા પહેલા પ્રિતિકા જર્નલિસ્ટનું કામ કર્યું હતું.
2.સુનીલ ગ્રોવર.
કોમેડીની દુનિયાના ઉસ્તાદ સુનીલ ગ્રોવર ટીવી અને બોલિવૂડ ફિલ્મ્સ કરતા પહેલા આરજે (રેડિયો જોકી) કામ કરતો હતો.
3.શિવાજી સતમ.
સીઆઈડીમાં એસીપી પ્રદ્યુમ્નની ભૂમિકા નિભાવીને પ્રખ્યાત થયેલ શવાજી મનોરંજનની દુનિયામાં આવતા પહેલા બેંકમાં કામ કરતા હતા.તેમને ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન પણ કર્યું હતું.
4.કૃતિકા સેંગર.
કૃતિકા નિકિતિન ધીરની પત્ની છે.પહેલા તે હંગામા ટીવી માટે એડ એજન્સીમાં કામ કરતી હતી.બાદમાં તેમને ઝાંસી કી રાની સિરિયલમાં રાણી લક્ષ્મીબાઈની મુખ્ય ભૂમિકા નિભાવવાની તક મળી.તે પછી જ તે ખૂબ પ્રખ્યાત થઈ ગઈ.
5.કરણ મેહરા.
યે રિશ્તા ક્યા કહલાતા હૈ ટીવી શો થી પ્રખ્યાત કરણ કરણ મેહરા અભિનેતા બન્યા પહેલા ફેશન ડિઝાઇનર હતો.એક સમય એવો પણ હતો જ્યારે કરણ ઇન્ડિયન ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનો સૌથી વધુ ફી લેનાર અભિનેતા હતો.
6.નામિક પોલ.
નામિકે તેના કારકિર્દીની શરૂઆત એનડીટીવીમાં પત્રકાર બનીને કરી હતી.તે પછી તે મોડેલિંગમાં ગયો અને એક્ટર પણ બની ગયો.
7.દિવ્યંકા ત્રિપાઠી.
દિવ્યંકા ત્રિપાઠી ટીવીની સૌથી પ્રખ્યાત અભિનેત્રી છે.તેને વાસ્તવિક ખ્યાતિ જીટીવીના ‘બનુ મેં તેરી દુલ્હન’ શોથી મળી હતી.જોકે ખૂબ ઓછા લોકો આ વાત જાણે છે કે દિવ્યંકા અભિનેત્રી બનતા પહેલા રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ પણ બની હતી.તે પોતાના હોમટાઉન ભોપાલમાં રાઇફલ શૂટિંગ ટ્રેઈનિંગ એકેડમીમાં કામ કરતી હતી.
8.આમિર અલી.
કહાની ઘર ઘર કી સાથે ટીવીમાં પ્રવેશ કરનાર આમિર અલીને તમે જાણતા હશો “એફઆઇઆર” શોને કારણે પણ જાણતા હશો.અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા આમિર ફ્લાઇટ સ્ટુઅર્ડ એટલે કે ફ્લાઇટ અટેંડેંત હતો.
9.હર્ષદ અરોડા.
હર્ષદ અભિનેતા બનતા પહેલા પીઆર (પબ્લિક રિલેશન) કંપનીમાં કામ કરતો હતો.અભિનેતા બન્યા પછી તે બેઈંતેહા અને દહલીજ જેવી સિરિયલોમાં જોવા મળ્યો.
10.અનસ રશીદ.
દિયા ઔર બાતી હમમાં સૂરજની ભૂમિકા ભજવનાર અનસ રશીદ ક્યારેય અભિનેતા બનવા જ ન માંગતો હતો.ખરેખર ચંદીગઢથી ગ્રદુઅતિક્તઓન કર્યા પછી તેનું સ્વપ્ન એક ફૂડ રેસ્ટોરન્ટ ખોલવાનું હતું. તો જેવું કે તમે જોયું આજે તમે જે પણ કામ કરી રહ્યા છો અને તમે તેનાથી ખુશ નથી તો ઉદાસ થશો નહીં.હોય શકે કે આ સિતારાઓની જેમ તમે પણ પછી બીજા ક્ષેત્રમાં તમારું ભાગ્ય ચમકાવી શકો છો.