તમારા ઘરને સ્વર્ગ બનાવી દેશે જો લાવશો આ 3 માંથી કોઈપણ એક રાશિની પત્ની…..

0
113

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, પ્રેમ સાશ્વત હોય છે અને સ્ત્રી-પુરુષ ક્યારેય અલગ થઈ શકતા નથી! છતાં પણ, પુરુષત્વ અને સ્ત્રીત્વ બળ વિજાતિય પાત્ર તરફ આંતરપરિવર્તનીય હોય છે. જોકે. તેઓ જ્યારે એકબીજાના પ્રેમના પ્રવાહમાં જોડાઈ જાય છે, અને પરસ્પર વિરુદ્ધ દિશામાં નથી હોતા ત્યારે જીવનનું એક પૂર્ણ ચક્ર તૈયાર કરે છે.છતાં પણ આ એક નકારી ન શકાય તેવું સત્ય છે કે, જીવનના અલગ અલગ પાસાઓમાં બંનેનો અભિગમ ભિન્ન હોય છે. પ્રેમ પણ તેમાંથી બાકાત નથી. સામાન્યપણે મહિલાઓ પુરુષો કરતા વધુ લાગણીપ્રધાન અને દિલથી જોડાયેલી હોય છે. જાતિય ભિન્નતા અને સામાજિક ભૂમિકા પણ બંનેમાં આ તફાવત ઉભો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આથી જ, એક જ રાશિના સ્ત્રી-પુરુષોમાં પણ સંબંધો પ્રત્યે ભાવનાત્મક પ્રતિભાવોમાં તફાવત જોવા મળે છે.

Advertisement

દરેક છોકરી એવુ વિચારતી હોય છે કે તેને સાસરામાં સુખ મળે, સાસરીયાનો પ્રેમ મળે અને તે બધાની વચ્ચે ભળી જાય. કેટલીક છોકરીઓ લગ્ન પહેલા વિચાર્યા જ કરતી હોય છે કે તેને સાસરામાં લોકો સ્વિકારશે કે નહી. પરણિત બહેનપણીઓ સાથે પણ તે સતત આ પ્રશ્નને લઇને વાત કર્યા કરતી હોય છેઘણીવાર આપણે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, કોઈપણ વ્યક્તિની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આ વાત ઘણીવાર સાચી પણ હોય છે. મહિલાઓ ઘર પરિવારનું એવી રીતે ધ્યાન રાખતી હોય છે કે પુરુષ વર્ગને બાળકો અને પરિવારનું ટેન્શન જ નથી રહેતું અને તે પોતાના કરિયર તરફ ધ્યાન આપી શકે છે. તેવામાં આ વાત સાચી છે કે એક સ્ત્રી ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને ધારે તો નર્ક પણ બનાવી શકે છે. તેથી આ બધુ જ એક સ્ત્રી પર જ નિર્ભર કરે છે.

આ વાક્ય આપણે આપણા જીવનમાં અનેક વખત સાંભળ્યું છે કે ‘દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.’ શું તમે જાણો છો આ વાત સાચી છે. દરેક માં બાપ એવું ઇચ્છતા હોય છે કે તેમના દીકરાને એક સારી સ્ત્રી મળે જે તેમના દીકરાનું ઘર શ્રેષ્ઠ બનાવી દે અને તેમના બાળકોનું ધ્યાન રાખે. આજના અમારા આ લેખમાં અમે તમને જણાવીશું કે કંઈ ત્રણ રાશિની મહિલા ઘરમાં હોવાથી ઘર સ્વર્ગ બની જાય છે.તો ચાલો સમય બગાડ્યા વગર શરુ કરીએ.શાસ્ત્રોમાં જાણવામાં આવ્યું છે કે તમારા નામની અસર તમારા જીવનમાં થતી હોય છે શું તમે જાણો છો તે જ રીતે તમારા અટવા તમારી આસપાસ રહેતા વ્યક્તિઓની રાશિની અસર પણ તમારા જીવન પર પડતી હોય છે. આજના અમારા આ લેખમાં અમે મહિલાઓની રાશિની વાત કરવા જઈ રહ્યા છીએ, આ રાશિની મહિલા તમારા ઘરમાં આવવાથી તમારું ઘર સ્વર્ગ બની જાય છે. એટલે કે આ સ્ત્રીઓ જે ઘરમાં હોય છે તે ઘર સ્વર્ગ બની જાય છે. આ મહિલાઓ તેમના પ્રભાવ તથા આચરણથી તમારા ઘરને સ્વર્ગ બનાવે છે.

મેષ.શું તમે જાણો છો કે મેષ રાશિની યુવતીઓ ખૂબ જ વધારે સમજદાર હોય છે, જે ઘરમાં આ રાશિની મહિલાઓ રહે છે તે ઘરમાં ક્યારેય કોઈ પણ વસ્તુની ઘટ પડતી નથી. મેષ રાશિની યુવતીઓ તેમના વડીલોનું ખુબ જ સન્માન કરે છે તથા ઘર અને પરિવારમાં ખુબ જ સારી રીતે ધ્યાન આપે છે. આ મહિલાઓ તેમના સારા સ્વભાવના કારણે દરેક લોકોના દિલ જીતી લે છે. આ સ્ત્રીઓમાં ખુબ જ દયા તથા પ્રેમની ભાવના વસેલી હોય છે. આ સ્ત્રીઓના કારણે પરિવારમાં ખુબ જ ખુશીઓનું વાતાવરણ બનેલું હોય છે. મેષ રાશિની મહિલાઓ સ્વભાવે ઉમદા અને અગ્રેસીવ હોય છે. તેમને શિસ્તની પાબંદ હોય છે. આ મહિલાઓ ખેલાડીઓ અને રમત-ગમતમાં સાથે સંકળાયેલા પુરુષોથી આકર્ષાય છે. પતિ અને બાળકો જો શ્રેષ્ઠ જીવનશૈલી અપનાવી પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરે, તે આવી મહિલાઓને ખુશી મળે છે.

જોકે આ રાશિની મહિલાઓને ખુશ કરવી સાવ સરળ નથી.મેષ રાશિની મહિલાઓ અસુરક્ષા મામલે ખૂબ જ ઓછી બાંધછોડ કરે છે. આથી, આત્મવિશ્વાસ અને શાંતિ સરળતાપૂર્વક દર્શાવી શકતા જાતકો બહારથી થોડી કઠોર છતાં અંદરથી મૃદુ અને માસૂમ સ્વભાવની આ મહિલાઓના દિલમાં છાના પગલે પ્રવેશ કરી શકે છે. સારું બુદ્ધિચાતુર્ય ધરાવતી આ મહિલાઓ પર સારા દેખાવની લાંબા સમય સુધી અસર ન રહેતી હોવાથી ઉમદાપણું પણ હોવું મહત્ત્વનું છે. મેષ રાશિની મહિલાઓને પડકારો અને રોમાંચ ગમે છે. એકદમ રૂઢિવાદી છોકરીઓની જેમ આ રાશિની છોકરીઓને તેમના માતાપિતા તરફથી અસુરક્ષા મુદ્દે શીખામણો સાંભળવી નથી ગમતી

કર્ક.કર્ક રાશિની દરેક સ્ત્રીઓ ખૂબ જ વધારે બુદ્ધિમતા ધરાવતી હોય છે. આ સ્ત્રીઓ પાસે જો પૈસા ઓછા હશે તો પણ આ સ્ત્રી ઘર સારી રીતે ચલાવે છે. આ મહિલાઓ માત્ર ઘર કામમાં જ મદદ નથી કરતી, તેઓ તેમના ઘર પરિવારની આર્થિક રીતે પણ મદદ કરશે. આ પ્રકારની સ્ત્રીઓ તેમની ક્ષમતાના કારણે હંમેશા જ પોતાના પરિવારને મુશ્કેલીઓથી બચાવી લે છે. માત્ર આટલું જ નહીં તેઓ પાણીની જેમ દરેક સ્થિતિમાં ઢળી જતી હોય છે. આ સ્ત્રીના ઘરમાં હોવાથી ઘરમાં ક્યારેય લડાઈ-ઝઘડા થશે નહીં. પરિવારના લોકોને સાથે લઈને ચાલવાની તેની આદત હોય છે. તેવામાં આ રાશીની મહિલાઓ ઘરને સ્વર્ગ બનાવી દે છે.

તેમના પરિવારમાં ક્યારેય પણ ઝગડા થતાં નથી.આ રાશિની મહિલાઓ ખુબ જ શાંત અને નસીબવાળી હોય છે. સામાન્ય રીતે આ રાશિની મહિલાઓ ખુબ જ સકારાત્મક વિચારસરણી ધરાવતી હોય છે. તે વ્યક્તિને સ્ત્રી કે પુરુષ જેવા વર્ગીકૃત કરવાને બદલે એક માનવી જ ગણે છે. તે સામે એવી અપેક્ષા પણ રાખે છે. વ્યવહારમાં અને વિચારમાં થોડી વધું આધુનિક હોય છે. આમછતાં ઋજુ હૃદયની હોય છે. અને કશું કહો તો ઓછું આવી જતાં રડવા લાગે છે. જોકે આ રાશિની મહિલાઓ પોતાના સાથીને ક્યારેય નિરાશ કે પરેશાન નથી જોઈ શકતી.

વૃશ્ચિક.જે સ્ત્રીઓની વૃશ્ચિક રાશિ હોય છે તે સ્ત્રીઓ પતિ માટે ખૂબ જ લકી સાબિત થાય છે. આ સ્ત્રીના ઘરમાં આવવાથી માત્ર તેના પતિનું જ નહીં તેના સમગ્ર પરિવારને લાભ મળે છે. આ સ્ત્રીના ઘરમાં આવવાથી તેના સાસરિયાની દશા તથા દિશા બંને બદલી જતી હોય છે, આ પાછળનું કારણ એ છે કે આ સ્ત્રીઓ ખુબ જ ભાગ્યશાળી હોય છે. આ સિવાય તેમના ચરિત્રની વાત કરીએ તો તેઓ ખૂબ જ શાંત સ્વભાવની હોય છે આ સ્ત્રીઓ તેમના પરિવારને હંમેશા જ સાથે રાખે છે.

તેમના આવવાથી તેમના સાસરિયાની દશા બદલી જાય છે કારણકે તે ભાગ્યશાળી હોય છે. આ રાશીની મહિલાઓ શાંત સ્વભાવની હોય છે અને તે હમેશા પોતાના પરિવારને સાથે લઈને ચાલવામાં વિશ્વાસ રાખે છે. પરંતુ જ્યારે પોતાના પરિવારની વાત આવે છે ત્યારે તે માતા કાલી નું રૂપ ધારણ કરી લે છે.આ રાશિની મહિલાઓનો ચેહરો, સ્વભાવ અને વાણી પુરૂષોને આકર્ષિત કરે છે. તેમનો આ ગુણ પુરૂષોને તેમના ઘેલા બનાવી દે છે. તેમની વાણી મીઠી હોવાની સાથે સાથે તેઓ ખૂબસૂરત, કામુક અને સેક્સી પણ હોય છે. આ મહિલાઓ પોતાના પાર્ટનરની પસંદગી ખૂબ સમજી વિચારીને કરે છે.

આગળ વાત કરીએ તો વૃશ્ચિક રાશિની છોકરીને સમજી શકવી તે કોઈ સરળ કામ નથી. સામાન્ય રીતે પોતાને વિશેષ સ્થાન કે મહત્ત્વની ઝંખના રાખતી, અને બહુ ઝડપથી ખૂબ નિકટ આવવામાં શંકાઓ રાખતી આ છોકરીઓ કેટલીક વખત તેમના સંભવિત જીવનસાથીને ખૂબ જ રાહ જોવડાવે તેવું પણ બની શકે છે. તેને પ્રેમની આદત હોય છે, છતાં પણ પ્રેમી સમક્ષ સંપૂર્ણ સમર્પણ કરવામાં ગભરાય છે, કારણ કે તેને પ્રેમની તરફથી નિરાશા કે બેવફાઈ મળવાનો ડર હોય છે. તેની સ્ટાઈલમાં પણ અપેક્ષાનુસાર સાથીની શોધ કરતી હોવાનો અંદાજ જોવા મળે છે,

અને સમય જતા સાથી પ્રત્યે તેના પ્રેમ અને વિશ્વાસમાં વધારો થાય છે. આ અસરથી, જે સાથી તેને નિર્ણય લેવા માટે પુરતો સમય અને અવકાશ આપે તે વ્યક્તિ તેના માટે ખૂબ યોગ્ય પુરવાર થાય છે. કોઈપણ રાશિના જાતક સાથે તેને સંબંધો બંધાયા બાદ પ્રેમમાં નિષ્ફળતાની શક્યતા નથી રહેતી. તે વફાદાર અને ભરોસાપાત્ર હોય છે અને પ્રેમમાં નિકટતા તેમ ઉત્કટતાથી તે પોતાના સંબંધો વધુ પ્રગાઢ બનાવે છે. જે જીવનસાથી જોડીથી કદાચ વધુ અપેક્ષા ન રાખે તો પણ સમાન પ્રમાણમાં અનંત પ્રેમ, આનંદ અને સમર્પણ તો ઈચ્છે જ છે.

Advertisement