વાળને ફટાફટ લાંબા કરવા હોય કે પછી ખરતાં અટકાવવા હોય,દરેક સમસ્યાનું સમાધાન છે આ પેસ્ટ,જાણો વિગતે..

0
49

આજકાલની મહિલાઓ પોતાના વાળા ને સુંદર અને હેલ્દી,રાખવા માટે અનેક પ્રયત્નો કરે છે,અને જુદાં જુદાં ઉપાયો નો ઉપયોગ કરે છે,પરંતુ તેમ છતાં તે પોતાના વાળ ને લાંબા અને હેલ્દી બનાવી શકતા નથી,પોલ્યુશન, યોગ્ય ખોરાક ન લેવો તેમજ સ્ટ્રેસ-ટેન્શનના કારણે સ્કિનનો ગ્લો ઓછો થઈ જાય છે સાથે જ તેની વાળ પર પણ ખરાબ અસર પડે છે. વાળ ઝડપથી તૂટવા લાગે છે અને નીચેથી પણ ફાટી જાય છે. એવામાં જરૂર પડે છે એક એવા ટોનિકની જે વાળને હેલ્ધી રાખે સાથે જ તેના ગ્રોથમાં પણ મદદ કરો. જો તમે પણ તમારા વાળ લાંબા, ઝાડા અને મજબૂત થાય તેમ ઈચ્છતા હો તો મેથી અને લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો.

વાળ માટે મીઠા લીમડાના પાનના ફાયદા.

વાળ ને લાંબા અને સ્મૂથ બનાવવા માટે મીઠાં લીમડાની પેસ્ટ ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.મીઠાં લીમડા મીઠા લીમડાનો ઉપયોગ રસોઈનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે, પરંતુ તે વાળ માટે પણ ફાયદાકારક છે. તેમાં કેટલાક એવા તત્વો હોય છે જે સ્કેલ્પને હેલ્ધી અને યંગ રાખવામાં મદદ કરે છે. સ્કેલ્પ હેલ્ધી રહે છે તો વાળના ફોલિકલ્સ પણ મજબૂત બને છે જેનાથી વાળના મૂળ પણ મજબૂત બને છે અને વાળ ખરતા નથી. મીઠા લીમડાના પાન વાળને પાતળા થતા પણ બચાવે છે સાથે જ તેને અકાળે સફેદ થતા પણ અટકાવે છે.આમ મીઠા લીમડાનો ઉપયોગ કરવાથી તમારા વાળ લાંબા અને મજબૂત બને છે.

મીઠા લીમડાના પાન અને મેથીનું માસ્ક.

જો તમારા વાળ લાંબા અને મજબૂત બનાવવા હોય તો તમારે મીઠાં લીમડાના અને મેથીનું માસ્ક બનાવી લો,માસ્ક બનાવવા માટે 1 ચમચી મેથીના દાણાને આખી રાત માટે અડધો કપ પાણીમાં પલાળી દો. બીજા દિવસે મેથીના દાણાને બે કપ મીઠા લીમડાના પાન સાથે ક્રશ કરી લો. હવે આ માસ્કને વાળના મૂળમાં સારી રીતે લગાવી દો અને બાદમાં હેર કેપ પહેરી લો. આ માસ્કને વાળમાં 2 કલાક માટે રહેવા દઈ સ્વચ્છ પાણીથી વાળ ધોઈ લો.બાદમાં શેમ્પૂ કરો.શેમ્પુ કર્યા બાદ વાળ તમારા વાળ ને સ્વચ્છ કપડાં વડે સાફ કરીદો. આ માસ્ક અઠવાડિયામાં ઓછામાં ઓછું 3 વાર લગાવો. થોડા જ સમયમાં ઘણો ફાયદો જોવા મળશે.

આ બાબતોનું પણ રાખો ધ્યાન.

હેલ્ધી ડાયટ લો અને લાઈફસ્ટાઈ થોડી ચેન્જ કરો. પૂરતી માત્રામાં ફ્રૂટ અને હેલ્દી અને લીલા શાકભાજી ખાવ.પૂરતા પ્રમાણમાં ઊંઘ લો અને સ્ટ્રેસ-ટેન્શનથી દૂર રહો. અઠવાડિયામાં 2 દિવસ વાળમાં તેલથી મસાજ કરો અને સ્ટીમ આપો.અને વાળ ને તેલથી માલિશ કરો. તડકામાં બહાર નીકળતી વખતે વાળને કવર કરી લો અને જ્યારે પણ બાંધો ત્યારે એકદમ ટાઈટ ન રાખો. કારણ કે તેનાથી પણ વાળ વધારે ખરે છે.