વરાણા ગામમાં આવેલ ખોડીયાર માંનું આ મંદિર છે સૌથી અલગ અને અદભૂત જાણો તેના વિશે કેટલીક મહત્વની વાતો..

0
140

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે આજે આપણે વાત કરીશુ વરાણા ધામની મા ખોડિયાર વિશે તો આવો જાણીએ વરાણા ધામની મા ખોડિયારનો ઇતિહાસ.શ્રી ખોડીયાર માતાજીનું મંદિર વરાણા ગામ , તાલુકા સમી માં આવેલ છે.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે માતાજી નું પવિત્ર મંદિર સો વરસ જુના ઝળહળતા ઇતિહાસને પ્રદર્શીત કરે છે નવુ બનાવેલ વરાણા મંદિર અદ્ભુત કલા અને રહેેેેવા-જમવા ની સગવડ ધરાવેે છે.વઢિયાર સમા સુકાપ્રદેશમા સેલિબ્રેશન ની ચીનગારીઓ ફુટી રહી છે અને આ પ્રદેશ માટે આસ્થાનું સૌથી મોટું સ્થાનક એટલે વરાણા ની ખોડિયાર આમ તો આઈ ખોડિયાર સમગ્ર ગુજરાત મા સૌથી વધું પુજાતી લોકદેવી છે.સૌરાષ્ટ્રમાં ખોડિયાર ના અનેક વિખ્યાત ધામો છે પરંતુ, વરાણા સૌથી અલગ, અનન્ય અને વિશિષ્ટ છે.

આ એક જ ધામ આઈ ખોડિયાર ના જન્મ સાથે સંકળાયેલી ઘટનાને વધું સ્પષ્ટ ઉજાગર કરે છે. વરાણા મંદિરમાં વર્ષો થી સેવા કરતાં હમીરમામાએ જણાવ્યા મુજબ આઈ ખોડિયાર નું મુળ વતન ભાવનગર પાસેનું રોહિશાળા પરંતુ, માતાજી નો જન્મ રાજસ્થાનના ચાળકનેશ ગામમાં થયો હતો.મિત્રો ખોડિયાર માતાજીનું વરાણા મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા, ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સમી તાલુકાનાં વરાણા ગામે આવેલું ખોડિયાર માતાનું મંદિર છે.

મિત્રો વરાણા ગામ તાલુકા મથક સમીથી આશરે ૫-૬ કિ.મી.નાં અંતરે વસેલું છે અહીં વરાણામાં શ્રી ખોડિયાર જયંતિ નિમીતે એટલે કે મહા સુદ આઠમના દિવસે મોટો મેળો ભરાય છે, જેમાં લોકો માતાજીનાં દર્શનાર્થે આવે છે. તે દિવસે આજુબાજુનાં ગામોમાંથી લોકો પગપાળા ચાલીને માનતા કરવા આવે છે.ખાસ તો અહીં માતાજીની માનતામાં પ્રસાદી તરીકે સાંની કે સ્હાની ધરવામાં આવે છે. જે તલની સાથે ગોળ અથવા ખાંડની બનાવવામાં આવે છે. અહીં રહેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

વરાણા ખાતે ખોડિયાર મંદિરે મહા સુદ પડવોથી પૂનમ સુધી ચાલતા આ મેળામાં સાતમ આઠમ અને નોમનું ખાસ મહત્વ છે. તેમાંયે આઠમે અહીં એક થી દોઢ લાખ માણસો દર્શનાર્થે આવે છે. મેળામાં ચગડોળ, નાનીમોટી ચકરડીઓ, મોતનાં કૂવા, જાદુ તથા મદારીઓનાં ખેલ જેવા મનોરંજન થી લોકો આનંદ મેળવે છે.રાજસ્થાન થી ગુજરાત આવતી વેળાએ આઈ ખોડિયાર વરાણા ના નેહમા રોકાયા હતા. વરાણા આહિરોનું ગામ હતું. એક આહિર નિસંતાન હતો. ખોડિયાર ની કૃપાથી એમને ત્યાં પુત્ર જન્મ થયો. આ પરંપરા ત્યારથી ચાલુ થઇ. આજે પણ મહાસુદ બીજ ની સૌપ્રથમ ઘાણી આહિર કુટુંબ જ ચઢાવે છે. આ પરંપરા વર્ષો થી અકબંધ છે.

ઘાણી એટલે તલ ગોળ નું મિશ્રણ જે કોઈને પુત્ર જન્મ થાય એ સવામણ એટલે કે પચીસ કિલોની સાની ચઢાવે.. યાદ રહે આ પરંપરા ફક્ત વરાણા ખોડિયાર સાથે જ સંકળાયેલી છે.માટેલ, રાજપરા કે રોહિશાળા મા આ પરંપરા નથી.ટ્રસ્ટી શ્રી વીરદાન ગઢવી ના જણાવ્યા મુજબ સાની ખોડિયાર ના ભાઈ ખેતરપાળ ને ધરાવાય છે. માતાજી નો ભાઈ મેરખીયા સાથે એવો કોલ હતો કે તલવટ તને ચઢશે અને દીકરા હું આપીશ. આ થયો ઈતિહાસ હવે ઝલક માણીએ આ ભાતીગ મેળાની પોષ મહિનાની પૂનમ પૂર્ણ થતાં જ આ મેળાની તૈયારીઓ શરૂ થઇ જાય છે.

ચગડોળ, મોત નો કુવો, રંગબેરંગી વસ્તુઓ વેચનારા દુકાનદારો વગેરે થી થોડા જ દિવસો મા વરાણા નું વાતાવરણ ધમધમતું થઈ જાય છે. સમગ્ર ગુજરાત અને બીજાં રાજયોમાં થી પણ ભાવિકો દર્શન માટે આવે છે પણ, વઢિયાર, વાગડ, ખારાપાટ તેમજ બનાસકાંઠાના લોકો માટે તો આ મેળો પોતાના પરિવાર ના પ્રસંગ સમો જણાય છે.શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ મહાદેવના વરદાનથી 1200 વર્ષ પૂર્વે મા ખોડલ અવતર્યા હતા. આશરે ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં.

તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું.મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિમો વણલખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં.

તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં ‘મિત્રતા હવે પૂરી થાય છે’ તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા.

ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે.

મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરિકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું.

ભારતમાં ખોડિયાર માતાજીને પુજવા વાળો મોટો વર્ગ છે. જેમાં લેઉવા પટેલ તથા ગોહિલ, ચુડાસમા, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખનાં રાજપૂતો, કારડિયા રાજપૂત સમાજ, કામદાર, ખવડ, જળુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, હરિજન, અને રબારી કોમના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર તેમની પુજા કરે છે અને કુળદેવી તરીકે પુજે છે. જેમાં ચુડાસમા રાજપૂત ભાલપ્રદેશમાં આવેલ ગોરાસુ ગામે ખોડિયાર માતાજીનાં મંદિરે બાધા આખડી છોડવા જાય છે. આ ઉપરાંત ગુજરાત રાજયમાં અલગ-અલગ સ્થળોએ અન્ય ઘણા સ્થાનકો આવેલા છે.

ગુજરાતમાં 1 કરોડ 40 લાખ લેઉવા પટેલની સંખ્યા છે. લેઉવા પટેલ સમાજમાં 16 કુળદેવી પૂજાય છે. પરંતુ 80 ટકા લેઉવા પટેલના કુળદેવી ખોડીયાર માતાજી છે. લેઉવા પટેલ સમાજના પરિવારોના કુળદેવીના ગામે ગામ મંદિરો આવેલા છે.શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે. જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે.

આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે. તેમજ ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં સરધાર ગામ પાસેનાં ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત પાટણ જિલ્લાનાં સમી તાલુકાનાં વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરાભારત માં પ્રખ્યાત છે.

મિત્રો વરાણા થી નજીકનું એરપોર્ટ અમદાવાદ માં આશરે 150 કી.મી. દુર આવેલ છે. અમદાવાદ ઘણી ફ્લાઇટો દ્ગારા ગુજરાત અને દેશના મોટા શહેરો સાથે જોડાયેલ છે.વરાણા થી પાટણ નજીકનું રેલ્વે સ્ટેશન છે. પાટણ ભારતીય રેલ્વેના પશ્ચીમ રેલ્વે નેટવર્ક પર આવેલ છે.શહેર દેશના અન્ય ભાગો સાથે ઘણી ટ્રેનો દ્વારા જોડાયેલુ છે. અમદાવાદ થી પાટણ વચ્ચે દૈનિક એક્ષ્પ્રેસ અને લોકલ ટ્રેનો ચાલે છે.વરાણા દેશના અન્ય ભાગો સાથે સારા રોડ નેટવર્ક દ્વારા જોડાયેલુ છે. શહેર સારા નેશનલ અને રાજ્ય હાઇવે નેટવર્ક સાથે જોડાયેલુ છે. રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજય અને દેશના મુખ્ય શહેરો અને નગરો માટે બસો ચલાવે છે.

Advertisement