વધારે પણ નહીં અને ઓછું પણ નહીં આટલી માત્રામાં પાણી પીવાથી થશે ફાયદા,જાણીલો નહીં તો થઈ શકે છે નુકશાન.

0
200

એ વાત તો આપણે સૌ જાણીએ જ છીએ કે પૃથ્વી પરના દરેક જીવ ને જીવિત રહેવા માટે પાણી ની ખુબજ આવશ્યકતા રહે છે જો કોઈ જીવને સતત પાણી વગર જીવવાનું કહેવામાં આવે તો તેના શરીર ના બધાજ અંગો ધીમે ધીમે કામ કરતા બંધ થઇ જાય છે. અને તે મૃત્યુ પામે છે. આપણાં શરીર ના દરેક અંગને વ્યવસ્થિત રીતે કામ કરવા માટે પાણીની જરૂર પડે છે.વ્યક્તિને આખો દિવસ કોઈ પણ પ્રકારનો ખોરાક લીધા વગર રહી શકે છે પણ પાણી પીધા વગર નથી રહી શકતા. પાણી આપણાં શરીર આટલું જરૂરી હોવાથી આપણે તેની સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવું આવશ્યક થઈ છે.

Advertisement

તંદુરસ્ત જીવનશૈલી માટે સૌથી અગત્યની સલાહ એ છે કે વારંવાર પાણી પીવું. પાણી શરીર માટે ખૂબ મહત્વનું છે. પાણી શરીરમાંથી બધી ગંદકી દૂર કરવાનું પણ કામ કરે છે. અમેરિકાના પ્રખ્યાત ચિકિત્સક ડોક્ટર ઝેક બુશે કહ્યું છે કે, ‘પાણી એ એક ડીટરજન્ટ જેવું છે જે આપણા શરીરની સફાઇમાં કામ કરે છે. શરીરના દરેક કોષો યોગ્ય રીતે કાર્ય કરવા માટે ઘણું પાણી જરૂરી છે. ચાલો આપણે જાણીએ કે ડિહાઇડ્રેશનને કારણે આપણા શરીરને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

જ્યારે શરીરમાં પાણીની તંગી હોય છે, ત્યારે કોષ મગજમાં સંકેત મોકલે છે કે તમને તરસ લાગી છે. જો કે, ડિહાઇડ્રેશન મગજને અન્ય રીતે અસર કરે છે. નિર્જલીકરણ એ મૂડ અને પ્રભાવ સાથે સીધો જ સંબંધિત છે. અમેરિકન કોલેજ ઑફ ન્યુટ્રિશનના સામયિક અનુસાર, ફક્ત 2 ટકા ડિહાઇડ્રેશન ધ્યાન દ્વારા કરવામાં આવેલ કોઈપણ કાર્યને બગાડે છે. ડિહાઇડ્રેશન મેમરીને પણ અસર કરે છે.ડિહાઇડ્રેશનને કારણે, ઇલેક્ટ્રોલાઇટનું સ્તર ખૂબ ઓછું હોય છે જે મગજમાં ઘણી સમસ્યાઓ પેદા કરી શકે છે. ઇલેક્ટ્રોલાઇટ્સ પોટેશિયમ અને સોડિયમ જેવા ખનિજો છે જે કોષો વચ્ચે સંકેતોનું કામ કરે છે. મેયો ક્લિનિક મુજબ, જો તમારી ઇલેક્ટ્રોલાઇટ્સ ઓછી છે, તો તેઓ કોષોને સંકેત મોકલી શકશે નહીં અને આને કારણે સ્નાયુઓના તાણથી માંદગી સુધીની સમસ્યાઓ થઈ શકે છે.

જ્યારે શરીરમાં પાણીનો અભાવ હોય છે, ત્યારે કોષો હાયપોથાલેમસને સંકેત મોકલે છે, જે વાસોપ્ર્રેસિન નામનું હોર્મોન બહાર કાઢે છે. તે એન્ટિડિરેક્ટિક હોર્મોન (એડીએચ) તરીકે પણ ઓળખાય છે. આ હોર્મોન કિડનીને લોહીમાંથી ઓછું પાણી કાઢવાનું સંકેત આપે છે, જેના કારણે પેશાબ ઓછો થાય છે, જાડા અને ઘાટા રંગ આવે છે. કિડની લોહીનું મુખ્ય ફિલ્ટર છે અને પર્યાપ્ત પ્રવાહી વિના તેઓ શરીરમાંથી ઝેર દૂર કરતા નથી. ડોક્ટર બુશ કહે છે, “આશ્ચર્યજનક રીતે, તમારી કિડની એક દિવસમાં 55 ગેલન પ્રવાહી વહન કરવામાં સક્ષમ છે.”

જો કિડનીને લાંબી તરસ હોય તો ખૂબ મહેનત કરવી પડે છે. નેશનલ કિડની ફાઉન્ડેશન અનુસાર, આ રીતે કિડનીને ઈજા થઈ શકે છે અને તમને કિડનીની બીમારી પણ થઈ શકે છે. શરીરમાં પાણીનો અભાવ પણ પથ્થરીની સમસ્યાઓનું કારણ બને છે. મેયો ક્લિનિક અનુસાર, જે લોકો ગરમ, સુકા હવામાનમાં જીવે છે અને જેઓ અન્ય કરતા વધારે પરસેવો કરે છે, તે લોકોમાં આ જોખમ વધુ જોવા મળે છે.

લોહી બનાવવા માટે શરીરને પ્રવાહીની જરૂર હોય છે. જ્યારે શરીરમાં પ્રવાહીનો અભાવ હોય છે, ત્યારે લોહીનું સ્તર પણ ઘટે છે. પ્રખ્યાત ડાયેટિશિયન સ્ટેફનસ્કી કહે છે, “શરીરમાં બ્લડપ્રેશર જાળવવા માટે પૂરતા પ્રવાહીની જરૂર પડે છે.” શરીરમાં પાણીના અભાવને લીધે, કોઈને હાયપોટેન્શન અથવા લો બ્લડ પ્રેશરની ફરિયાદ થઈ શકે છે અને આને કારણે તે વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે.

યુ.એસ. નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન અનુસાર, ડિહાઇડ્રેશનની તીવ્ર સ્થિતિ હાયપોવોલેમિક આંચકો જેવી કટોકટીની સ્થિતિનું કારણ પણ બની શકે છે. જ્યાં લોહીમાં ઑક્સિજનનો અભાવ હોય છે અને લોહીના અભાવને લીધે, તે આખા શરીરમાં ફેલાતો નથી, જેના કારણે ઘણા અવયવો કામ કરવાનું બંધ કરી શકે છે. ડોક્ટર બુશ કહે છે કે આને કારણે માથાનો દુખાવો, ચક્કર આવવા, આંખો પર દબાણ, સેક્સ ડ્રાઇવ ગુમાવવી અથવા ઊંઘ જેવી સમસ્યાઓ આવી શકે છે.

પાચન તંત્રને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. શરીરમાંથી માત્ર કચરો જ બહાર નીકળે છે અને પાચક શક્તિ તંદુરસ્ત રહે છે. સ્ટીફનસ્કી કહે છે, “શરીરમાં પ્રવાહીના અભાવથી શૌચક્રિયા પર અસર પડે છે.”પાણીનો અભાવ પણ ત્વચા પર સીધી અસર કરે છે. પાણીના અભાવને લીધે ત્વચા શુષ્ક થવા માંડે છે અને હોઠ ફાટવા લાગે છે. સારી અને સ્વસ્થ ત્વચા માટે સારી હાઇડ્રેશન હોવું મહત્વપૂર્ણ છે.જયારે વ્યક્તિ જન્મ લે છે ત્યારે તેનું શરીર ૭૫% પાણીથી બનેલું હોય છે અને વધતી ઉમરની સાથે આ પાણી ઓછું થતું જાય છે. એક સામાન્ય પુરુષના શરીર માં ૬૦% પાણી હોય છે જ્યારે એક મહિલાનાં શરીર માં ૫૫% પાણી હોય છે. એ પાણી આપણા શરીર માં આપણી કિડની, લીવર, પેટ અને મૂત્રાશય માં હોય છે.

આપણાં મગજ અને હ્રદય લગભગ ૭૫% પાણી થી બનેલા હોય છે અને ફેફસામાં ૮૩% પાણી હોય છે, જ્યાં આપણાં આખા શરીર માં સૌથી વધુ પાણી કોષીકાઓમાં મોજૂદ હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણાં હાડકાં જે એકદમ સખત અને સૂકા હોય છે તેની અંદર પણ ૩૧% પાણી હોય છે આપણા શરીરમાં થતી અનેક બીમારી જેવી કે ખીલ નીકળવા, વાળનું ખરવું, પેટ અને આંતરડાને લગતી સમસ્યાઓ, કબજિયાત, માઈગ્રેન, ચામડીમાં દાગ અને નિશાન, જમવાનું ન પચવું, શરીર માં કમજોરી અને આળસ, રાતે સારી ઊંઘ ના થવી, કિડની ની બીમારીઓની સાથે સાથે ગૅસ, યુરિક ઍસિડ અને મોટાપા જેવી લગભગ ૪૦ થી વધારે બીમારીઓ ફક્ત પાણી પીવાની ભૂલોને લીધે થાય છે. આજે લોકો આ બધી બીમારીઓ થી એટલે પરેશાન છે કે એ પાણી પીવાની જરૂરી વાતો પર ધ્યાન આપતા નથી..

આપણા શરીરના દરેક અંગોને વ્યવસ્થિત કામ કરવા માટે પાણી ની ખુબજ આવશ્યકતા રહે છે અને તેથી જ આપણે એ વાત જાણવી ખુબજ જરૂરી છે કે આપણે કેટલા પ્રમાણમાં પાણી પીવું જોઈએ, કેવું પાણી પીવું અને ક્યારે પાણી પીવું. શું તમે જનો છો પાણી પીવાથી પણ ફાયદા અને નુકશાન થાય છે. યોગ્ય સમયે અને યોગ્ય માત્રા માં જ પાણી પીવું જોઈએ નહિ તો આપણા શરીર ને નુકશાન થાય છે. તેથી આજે અમે જણાવીશું ક્યારે અને કેટલું પાણી કેવી રીતે પીવું જોઈએ. અને પાણીથી થતું નુકશાન અને ફાયદા. પાણી પીવાના નિયમો એકદમ સરળ છે પણ એના ફાયદાઓ પણ ઘણા છે.

હમેશા સામાન્ય તાપમાનનું પાણી જ પીવું. ગમે તેટલી ગરમી પડતી હોય ક્યારેય પણ ફ્રિજનું ઠંડુ પાણી કે બરફનું પાણી ના પીવું. લોકોને લાગે છે કે ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી પેટમાં ઠંડક થાય છે પણ એવું નથી. ઠંડુ પાણી આપણાં પેટમાં જાય છે ત્યારે એ ઠંડુ હોય છે પણ થોડા સમય બાદ એ ખૂબ જ ગરમ થઈ જાય છે એ શરીર ને ઠંડુ કરવાને બદલે ગરમ કરવા લાગે છે.

પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ પાણી પીવાની . આ સૌથી આદર્શ રીત છે જે લોકો આ રીતે પાણી પીવાની આદત રાખે છે એમના શરીર માં ક્યારેય કોઈ બીમારી નથી આવતી. આવી રીતે પાણી પીવાથી પાણીની સાથે મોઢાની લાળ પણ અંદર જાય છે અને આ રીતે સવારના સમયે સૌથી વધારે ફાયદાકારક રહે છે. ક્યારેય પણ જલ્દી જલ્દી પાણી ના પીવો અને એક સાથે વધુ માત્રમાં પાણી ના પીવું.  હમેશા પાણી બેઠા બેઠા જ પીવું ક્યારેય પણ ચાલતા ચાલતા કે ઊભા ઊભા પાણી ના પીવું.

સામાન્ય પુરુષે એક દિવસ માં ૨.૫ થી ૩.૫ લિટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે અને મહિલાઓને ૨ થી ૩ લિટર પાણી પીવું શરીર માટે સારું ગણવામાં આવે છે. દિવસ દરમિયાન પાણી પીવાની માત્રા વ્યક્તિના આકાર, કદ અને વજન ઉપર નિર્ભર હોય છે. રોજ શરીર માથી પેશાબ, મળ અને પરસેવા રૂપે પાણી ઓછું થતું રહે છે આવી રીતે દરરોજ આપણા શરીર માથી ૨ થી ૩ લિટર પાણી બહાર કાઢી નાખીએ છીએ. અને ગરમી ના વાતાવરણ માં થોડુ પાણી વધારે પીવું જોઈએ. આપણે પાણી યોગ્ય માત્ર માં પીએ છીએ કે નહીં તે નક્કી કરવા આપના પેશાબ નો કલર જો પીળા રંગ નો છે તો મતલબ કે તમે પાણી યોગ્ય માત્રમાં નથી લઈ રહ્યા અને જો પેશાબ નો રંગ પાણી કલર નો આવે છે તો મતલબ કે તમે યોગ્ય માત્રમાં પાણી લઈ રહ્યા છો.

પાણી પીવાની યોગ્ય રીત છે ૧ ગ્લાસ સવારે નાસ્તો કર્યા ના એક કલાક બાદ, ૧ ગ્લાસ દિવસે જમવાના ૪૦ મિનિટ પહેલા અને ૧ ગ્લાસ જમવાના ૪૦ મિનિટ બાદ અને ૨ ગ્લાસ સાંજે ના સમયે ૧-૧ કલાક ના અંતરાલ માં અને ૧ ગ્લાસ રાતે જમવાના ૪૦ મિનિટ પહેલા અને ૧ ગ્લાસ જમવાના ૪૦ મિનિટ બાદ પીવું જોઈએ. ખોટા સમયે પાણી પીવાથી આપણાં શરીર પર સૌથી વધારે ખરાબ અસર પડે છે. સવારે ઉઠતાની સાથે શરૂઆત ચા-કોફી કે નાસ્તાના બદલે પાણી પીવાથી કરવી જોઈએ. સવારે બ્રશ કર્યા વગર જ ૨-૩ ગ્લાસ પાણી પીવું જોઈએ. આવી રીતે પાણી પીવાથી આપણાં પેટ અને આંતરડાની સારી રીતે સફાઈ થાય છે. અને આખી રાતની મોમાં એકઠી થયેલી લાળ પણ પેટમાં જાય છે અને આયુર્વેદ માં આ લાળને સોનાથી પણ વધારે કીમતી કહેવામા આવી છે જે સવારે ઊઠીને પહેલા પાણી પીવાથી એ લાળ સીધી પેટમાં જાય છે.

એ વાત તો લગભગ દરેક લોકો જાણતા જ હશે કે ક્યારેય પણ જમવા બેસતા પહેલા અને જમ્યા પછી તરત પાણી ન પીવું કેમ કે એવું કરવાથી ખોરાક પાતળો થઈ જાય છે અને જલ્દી થી પચતો નથી. જ્યારે આપણે જમીએ છીએ ત્યારે ખોરાક પેટમાં જાય એ ખોરાક સાથે પાચક રસ મળીને ખોરાકનું પાચન કરે છે. જમીને તરત પાણી પીવાથી ખોરાક ઠીક રીતે પચવાને બદલે સદવા લાગે છે અને ગૅસ બનવા લાગે છે. તેના લીધે સમય જતાં પેટ, સાંધા અને માથાનો દુખવાની સમસ્યા થવા લાગે છે. પેટમાં ખાવાનું પચતું નથી તેનાથી સૌથી મોટી સમસ્યા એસિડિટીની થાય છે.

જે લોકો જમ્યા પછી તરત પાણી પી લેતા હોય છે તેને લાંબો સમય સુધી પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા રહે છે. લાંબો સમય સુધી પેટનું જમવાનું નહીં પચવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે છે અને એ શરીર માં યુરિક ઍસિડની માત્રા માં વધારો કરે છે એટલે જમ્યા પછી તરત પાણી ના પીવું. જમી લીધા ના ૪૫ મિનિટ બાદ જ પાણી પીવું. જો જરૂર લાગે તો જમ્યા પછી ફક્ત ૧ કે ૨ ઘૂંટ જ પાણી પીવું. જમ્યા બાદ તમને પાણી પીવાની જરૂર લાગે તો પાણી ની જગ્યા એ છાસ, લીંબુનું પાણી અને ફલોનું જ્યુસ પી શકો છો. ચા-કોફી પીધા ના તરત બાદ પાણી ના પીવું જોઈએ.

માત્ર પાણી પીવાના આ સરળ અને આસન નિયમોનું ફક્ત થોડા દિવસ જો ધ્યાન આપવામાં આવે તો આ નિયમોની આદત પડી જાય છે. અને પછી આપો આપ આ ક્રિયા આપણે દરરોજ કરવા લાગીએ છીએ. તેથી દરરોજ જો નિયમિત આ રીતે પાણી પીવામાં આવે તો ઘણી બધી બીમારીઓ થી બચી શકાય છે.

Advertisement