વિશ્વ વિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાની તબિયત નાદુરસ્ત, વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મહામૃત્યુંજય જાપ શરૂ, જાણો વિગતવાર

0
631

આજે કોરોના આખા વિશ્વમાં ફેલાઈ ગયો છે.કોરોના વાઇરસનું સંક્રમણ રાજ્ય, દેશ સહિત સમગ્ર વિશ્વમાં ખુબ જ વધી રહ્યું છે અને વાઇરસની હજુ સુધી કોઈ અસરકારક રસી શોધાઈ શકી નથી. અત્યારે તો માસ્ક પહેરવું એ જ વેક્સિન છે. આમ છતાં ઘણા લોકો બેદરકારી દાખવી પોતાની જાતને અને પરિવારને પણ જોખમમાં મૂકે છે. રાજ્યમાં સામાન્ય માણસથી લઈને રાજકારણીઓ, સાધુ સંતો કોરોનાની ઝપેટે લાગી ગયા છે.કોરોના ના કારણે દેશ માં અને દેશ ની બહાર પણ લાખો લોકો માં મોત થયા છે. ત્યારે એક મોટા સમાચાર મળી રહયા છે.

મળતી માહિતી પ્રમાણે વિશ્વ વિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાની નાદુરસ્ત તબિયતને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જગવિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાની સ્વાસ્થ્ય ખરાબ થઈ છે, જેના કારણે હાલ સુરત ખાતે જીગ્નેશ દાદાની સારવાર કરાઈ રહી છે. કથાકાર જીગ્નેશ દાદાના સ્વાસ્થ્યના સમાચાર મળતા તેમના પ્રશંસકોમાં ઉંડા દુ:ખની લાગ્ણી વ્યાપી ગઈ છે. હાલ જગવિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાના સ્વાસ્થ્યને ધ્યાને લઇ મહામૃત્યુંજય મંત્રના જપ યજ્ઞ શરૂ કરવામાં આવ્યા છે. મંત્ર શક્તિમાં અદભૂત તાકાત છે એ આધારે મહામૃત્યુંજય જાપ તેમના અનુયાયીઓ દ્વારા શરૂ કરાયા છે.

જણાવી દઈએ કે સાવરકુંડલા અને આસપાસના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિશ્વ વિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાની તંદુરસ્તી માટે સાવરકુંડલા ખાતે જપ શરૂ કરાયા છે. હાલ સુરત ખાતે જીગ્નેશ દાદાની સારવાર ચાલી રહી છે અને તેમની સાથે જોડાયેલા લોકો, પ્રશંસકો,  અનુયાયીઓ તેઓ સ્વસ્થ થાય તેવી પાર્થના કરી રહ્યા છે. જણાવી દઈએ કે જીગ્નેશ દાદા ગુજરાતી કરતા પણ દેશ આ ખૂબ પ્રખ્યાત છે.એ એક જગ વિખ્યાત કથાકાર છે.

જણાવી દઈએ કે કોરોના વાયરસ સામે લડવા માટે અનેક લોકો આગળ આવ્યા હતા.અને એમાં ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 5 લાખ 55 હજાર 555 રૂપિયાનું દાન કર્યુ છે.ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાએ રાધે રાધે ચેરીટેબલ ટ્રસ્ટ વતી મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી 5 લાખ 55 હજાર 555 રૂપિયાનું કોરોના વાયરસ સામે લડવા માટે દાન આપ્યુ હતું. આ સાથે જ તેમણે માનવ સેવા એજ પ્રભુસેવા સૂત્રને સાર્થક કર્યુ હતું.

જણાવી દઈએ કે હાલ જીગ્નેશ દાદા સરથાણા જકાત પાસે વરાછા, સુરત માં રહે છે અને સુરત માં પણ એમની કથા ના ઘણા પોગ્રામ થાય છે. જણાવી દઈએ કે જીગ્નેશ દાદા એ એમના જીવન ની પહેલી કથા 16 વર્ષ ની ઉંમરે કેરિયાંચાડ એક ગામ માં કરી હતી અને આજે જીગ્નેશ દાદા એ ઘણી કથાઓ કરી છે અને લોકો ને ધર્મ નું જ્ઞાન આપ્યું છે.

જીગ્નેશ દાદા ને લગભગ 100 થી વધુ કથાઓ કરી છે તેમજ 150 થી વધુ એવોર્ડ મેળવેલા છે અને આજે આખા ગુજરાત માં એક પ્રસિદ્ધ કથાકાર ના નામથી ઓળખાય છે. એમનું નામ ગુજરાત માં નહીં પણ દેશ ના ખૂણે ખૂણે પ્રસિદ્ધ છે. જીગ્નેશ દાદા નો આ સુવિચાર મને ખુબ પ્રિય છે એમને માટે ભાગ્ય થી વધારે કોઈને મળતું નથી.