છોકરીઓનો શૃંગારમાં લિપસ્ટિક વગર એ અધુરો છે, માટે છોકરીઓ જયારે પણ પોતાનો મેકઅપ કરે છે, તો લિપસ્ટિક જરૂર લગાવે છે, બજારમાં ઘણા પ્રકાર ની લિપસ્ટિક મળે છે, અને આ લિપસ્ટિકને બનાવવામાં ઘણા પ્રકારના કેમિકલનો ઉપયોગ થાય છે, કેમિકલ યુક્ત લિપસ્ટિકને હોઠની ત્વચા માટે હાનિકારક માનવામાં આવે છે અને ઘણી વાર તો લિપસ્ટિક લગાવવાથી હોઠ પર દાગ પડી જાય છે.
જો તમને પણ બજારમાં મળતી લિપસ્ટિક થી હોઠ પર દાગ કે ખુજલી થાય છે તો તમે બજાર માં મળતી લિપસ્ટિકની જગ્યા એ તમે પોતાના ઘરમાં કેમિકલનો ઉપયોગ કર્યા વગર લિપસ્ટિક બનાવી શકો છો, ઘરમાં તને સારી રીતે કોઈ પણ રંગની લિપસ્ટિક બનાવી શકો છો, અને ઘરમાં બનાવેલ આ લિપસ્ટિકને લગાવવાથી હોઠ મુલાયમ થઈ જાય છે, તો જાણીએ કે કેવી રીતે ઘરમાં લિપસ્ટિક બનાવી શકાય છે.
લિપસ્ટિક બનાવવા માટે જરૂરી છે આ વસ્તુઓ
બીસ વૈકસ
સ્વીટ આલમંડ ઓઇલ
સિયા બટર
એસેંસિયલ ઓઇલ
ચુકંદર પાઉડર
ડબ્બી
આ રીતે તૈયાર કરો લિપસ્ટિક
તમે સ્વીટ આલમંડ ઓઇલ, સિયા બટર અને બીસ વૈકસ ને મિક્ષ કરી લો, આ ત્રણેય વસ્તુ ને ઓગાળો જયારે આ ત્રણેય વસ્તુ સારી રીતે ઓગળી જાય ત્યારે એમા ચુકંદર પાઉડર નાખો, આ મિશ્રણને તમે સારી રીતે મિક્ષ કરી લો, મિક્ષ કર્યા પછી તમે એમ બે ત્રણ ટીપા એસેસિયલ ઓઇલ નાખો, એસેસિયલ ઓઇલ નાખવાથી લિપસ્ટિક માં ચમક આવી જાય છે.
ઉપર બતાવેલ પક્રિયા કર્યા પછી તમે આ મિશ્રણ ને ડબ્બી માં નાખી દો, અને આ ડબ્બી ને ફ્રીજમાં મૂકી દો, ચાર કલાક સુધી એને ફ્રીજમાં જ રહેવા દો, અને જ્યારે એ ગઠ થઈ જાય ત્યાર પછી તમે એનો ઉપયોગ કરો, આ ઘરમાં બનાવેલ લિપસ્ટિક નેચરલ હોય છે, અને એની હોઠ પર સારી અસર પડે છે, અને હોઠ મુલાયમ રહે છે.
જો તમે હલ્કા ગુલાબી રંગ ની લિપસ્ટિક બનાવવા માંગો છો, તો તમે હલ્કા ગુલાબી રંગના ગુલાબ ના ફૂલ લઈ લો, ગુલાબના ફૂલથી એની પાંખડી તોડી નાખો, પાંખડી તોડ્યા પછી તમે એને પાણીની મદદ થી સાફ કરી લો, અને થોડા દિવસ માટે એને સુકવી દો, જયારે પાંખડી સારી રીતે સુકાઈ જાય ત્યારે તમે એને પીસી ને એનો પાવડર બનાવી લો, ચુકંદર પાઉડરની જગ્યા એ તમે આ પાવડર ને એમા નાખી દો, એવું કરવાથી તમારી લિપસ્ટિકનો રંગ ગુલાબી થઈ જશે.
આવી રીતે તમે જે રંગ ની લિપસ્ટિક બનાવવા માંગો છો એ રંગના ફૂલો ની પાંખડીઓ ને સુકવી ને એનો પાવડર બનાવી લો,અને આ પાવડર ને મિક્ષ કરી ને તમારી પસંદ ની લિપસ્ટિક બનાવી લો.
ઘર માં બનાવેલ લિપસ્ટિકના લાભો.
ઘરમાં બનાવેલ લિપસ્ટિક લગાવવાથી હોઠ ફાટતા નથી અને દરેક સમયે મુલાયમ રહે છે, અને જે લોકો ના હોઠ કાળા હોય છે, અને જો એ આ ઘરમાં બનાવેલ લિપસ્ટિક લગાવે તો એનો રંગ આછો થઈ જાય છે અને હોઠ સુંદર બને છે.