ચોમાસામાં ગળા અને છાતીમાં કફનો ભરાવો થતો હોય તો જાણી લો એના ઘરેલુ ઉપચાર,દવા વગર જ મળી જશે રાહત….

કફ એક એવી સમસ્યા છે જે નાના બાળકથી લઈને મોટા વૃદ્ધ સુધી દરેકને પરેશાન કરે છે. જ્યારે પણ કોઈને શરદી, ખાંસી, વાઈરલ તાવ, ઇન્ફેકશન કે ઠંડી લાગવા જેવી કોઈ પણ સમસ્યા થાય છે તો એના કારણે એમને હંમેશા ગળામાં કફ બનવાની ફરિયાદ હોય છે. કફના લક્ષણમાં સતત નાક વહેવું, છાતી અને ગળામાં કંઈક જામેલું અનુભવવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, ગળામાં ખરાશ રહેવી, છાતી જામી જવી વગેરેનો સમાવેશ થાય છે.એ વાત ઘણી સામાન્ય છે કે ગળાના કફથી છુટકારો મેળવવા માટે અને કફ વાળી ઉધરસ દુર કરવા માટે લોકો એલોપેથી દવા અને સીરપ પીવાનું શરુ કરે છે. પણ એની જગ્યાએ તમે દેશી અને આયુર્વેદિક ઉપચાર અજમાવીને પણ સરળ રીતે કફને દુર કરી શકો છો. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે ગળા અને છાતીમાં જમા થયેલો કફ કેવી રીતે કાઢી શકાય.

Advertisement

જો થોડા દિવસ સુધી કફની સમસ્યા રહે તો તે વધુ ગંભીર નથી હોતી. પણ જયારે આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો શ્વાસ સંબંધિત રોગો થવાની સંભાવના વધી જાય છે. એક વાતનું ખાસ ધ્યાન રહે કે જો તમને કફમાં લોહીના કોઈ અંશ દેખાય, તો તરત જ ડોક્ટર પાસે જઈ તપાસ કરાવો. જેથી તમે કોઈ પણ ગંભીર બીમારીથી બચી શકો.ચોમાસામાં વાતાવરણમાં ભેજ અને ઠંડકને કારણે ઘણાં લોકોને શરદી, ખાંસી અને કફની સમસ્યા વધી જાય છે. જે લોકોની કફ પ્રકૃતિ હોય તેમણે આ સીઝનમાં વધુ તકલીફ થાય છે. છાતી અને ગળામાં કફ જમા થઈ જવાની સમસ્યામાં દવાઓ કરતાં ઘરના નુસખાઓ અપનાવવા જોઈએ. ચાલો જાણી લો અક્સીર ઈલાજ.ચોમાસામાં ઘણાં લોકો કફની સમસ્યા વધી જાય છે,છાતી અને ગળામાં કફ જામી જાય તો આ નુસખા અપનાવો,આ ઉપાયો તરત જ અસર કરશે.

કફ થવાના લક્ષણ

તમને ગળા અને છાતીમાં કંઈક જામેલું છે એવું અનુભવાય છે, શ્વાસ લેવામાં તકલીફ અને સતત છીંકો આવે છે તો આ બધાં લક્ષણ કફ જમા થવાના છે. સાથે જ નાક વહેવી અને તાવ આવવો પણ આ સમસ્યાના પ્રમુખ લક્ષણ છે.

આવો કફ જામવાના કારણ જણાવીએ 1. ધુમ્રપાન વધારે કરવું.2. શરીરમાં કોઈ વાયરલ ઇન્ફેકશન થવું.3. સાઈનસનો રોગ થયો હોય તો.4. સર્દી ઉધરસ અને ફ્લુને કારણે.

આ છે છાતી જામેલા કફના લક્ષણ :1. જયારે પણ શ્વાસ લેઈએ ત્યારે અને ઉધરસ આવે ત્યારે ઘરઘરાહટનો અવાજ આવવો.2. કફને કારણે ગળામાં ખરાશ રહે છે.3. કફ વાળી ઉધરસ થવી.4. છાતીમાં જકડાવી અને છાતીમાં દુ:ખાવો થવો.5 . સતત છીંકો આવવી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થવી.

આદુ

આદુમાં રહેલું એન્ટીઈન્ફ્લામેટરી તત્વ કફને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે 20થી 40 ગ્રામ ફ્રેશ આદુ લઈને તેને 2 કપ પાણીમાં ઉકાળો, પાણી અડધું રહે એટલે ગાળીને પીવો. તમે આમાં મધ અને લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. આ જામેલાં કફને દૂર કરવામાં મદદ કરશે.

સ્ટીમ

કફથી રાહત મેળવવા માટે સ્ટીમ પણ બેસ્ટ ઘરેલૂ ઉપાય છે. સ્ટીમ બોડીમાં જઈને કફને છૂટો કરે છે અને દૂર કરે છે. તેના માટે એક મોટા વાસણમાં ગરમ પાણી ભરી તેમાં નીલગિરી તેલ અથવા વિક્સ નાખીને તેની પર મોં રાખી ઉપર ટુવાલ ઢાંકી દો. 5 મિનિટ આવું કરો.

હની ટી

હની કફ દૂર કરવા માટે બેસ્ટ ઉપાય છે. તેના માટે હર્બલ ટીમાં અથવા 1 કપ નવશેકા પાણીમાં 1 ચમચી શુદ્ધ મધ મિક્સ કરીને દિવસમાં 2વાર પીવો. આનાથી કફ છૂટો પડશે અને દૂર થવા લાગશે.

હર્બલ ઉકાળો

છાતી અને ગળાનો કફ દૂર કરવા 2 કપ પાણીમાં એલચી, લવિંગ, મરી, આદુ, ફુદીનો, તુલસી અને સહેજ ગોળ નાખીને ઉકાળો. ઠંડુ થાય એટલે પી લો.

મીઠાવાળા પાણીના કોગળા

ગળામાં કફ જામી ગયો હોય કે ગળું દુખતું હોય તો આ એક બેસ્ટ ઉપાય છે. ડોક્ટર પણ મીઠાવાળા પાણીના કોગળા કરવાની સલાહ આપે છે. પણ ઘણાં લોકો તેને સીરિયસલી લેતાં નથી પણ આ ખરેખર અસરકારક ઉપાય છે. આનાથી કફની સમસ્યા પણ દૂર થાય છે.બે કપ પાણી લઈને એમાં 30 મરી ખાંડીને એને ઉકાળો. હવે જયારે આ પાણી એક ચતુર્થાંસ રહી જાય ત્યારે તેને ગાળીને તેમાં એક ચમચી મધ ઉમેરો. આ પાણીનું સવાર સાંજ સેવન કરો. તે હોમમેડ ઉકાળાથી કફ વાળી ઉધરસ અને કફ બન્નેથી છુટકારો મેળવી શકાય છે.બીજો ઉપાય એ છે કે લસણ ખાવાથી ગળામાં જમા થયેલો કફ બહાર નીકળી જાય છે. આ દેશી ઉપાયથી ટી.બી.ના રોગમાં પણ તેમને રાહત મળે છે.

જો નાના બાળકની છાતીમાં કફ જમા થયો છે, તો એને કાઢવા માટે ગાયનું ઘી બાળકની છાતી પર મસળો. તે ઉપાયથી જમા થયેલો કફ બહાર નીકળી જશે.જો તમને કફ વાળી ઉધરસ થાય ત્યારે વારંવાર ઉધરસ ખાતા છતાં પણ કફ બહાર નથી નીકળી શકતો, અને જયાં સુધી તમારી છાતી અને ગળાનો કફ બહાર નથી નીકળી શકતો ત્યાં સુધી ઉધરસ થતી રહે છે.

તો એના માટે બે કપ પાણીમાં જેઠીમધનું ચૂર્ણ 5 ગ્રામની માત્રામાં નાખીને ઉકાળો અને જયારે પાણી અડધો કપ રહી જાય ત્યારે ગાળી લો. આ રીતે બનાવેલા ઉકાળાને અડધો કપ સવાર અને સાંજે પીવો. 2 થી 3 દિવસ આ ઉપાય કરવાથી કફ પાતળો થઈને સરળતાથી બહાર નીકળી જશે અને ઉધરસ પણ સરખી થવા લાગશે.તેમજ દાડમનો રસ ગરમ કરીને પીવાથી પણ ઉધરસ તરત મટી જાય છે. અને કફ વાળી ઉધરસના ઘરેલું ઉપચારમાં મરી દવાનું કામ કરે છે. મરી ચૂસવાથી ઉધરસમાં આરામ મળે છે. આવી સ્થિતિમાં પાણી વધારે પીઓ. શરીર માંથી કફ બહાર કાઢવા માટે આખા દિવસમાં દરેક કલાકે પીવો.

improvehealth.ru

છાતી, ગળા અને નાકમાંથી કફ કાઢવા માટે બાફ જરૂર લો. કફને મટાડવાનો આ ઉપાય ઘણો સરળ અને ફાયદાકારક છે. બીજો એક ઉપાય એ છે કે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાખીને તેના કોગળા કરો. દિવસમાં બે થી ત્રણ વાર ઉપાય કરવાથી નાક અને ગળામાં જમા થયેલો કફ બહાર નીકળે છે.શરીરમાં કફ બનવાથી રોકવા માટે તમે ડેરી પ્રોડક્ટ્સનું સેવન ન કરો. જેમ કે ચીઝ, દૂધ, દહીં અને આઈસ્ક્રીમ. તેના સિવાય વધુ તળેલું ખાવાનું પણ ન ખાઓ. તથા ધુમ્રપાન ન કરો. કારણ કે ધુમાડો શરીરમાં કફને વધારે છે, અને શરીરને જલ્દી સારું કરવાની ક્ષમતાને ઓછી કરે છે. મસાલેદાર ખાવાનું નાકના કફને તોડે છે, અને તેને સરળતાથી વહેવા દે છે.

Advertisement